- National
- સંભલની ડેમોગ્રાફી પર ચોંકાવનારો રિપોર્ટ, માત્ર 15 ટકા જ હિન્દુ બચ્યા છે
સંભલની ડેમોગ્રાફી પર ચોંકાવનારો રિપોર્ટ, માત્ર 15 ટકા જ હિન્દુ બચ્યા છે
ઉત્તર પ્રદેશના સંભલની ડેમોગ્રાફીને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, સંભલમાં માત્ર 15 ટકા હિન્દુઓ બચ્યા છે. બાકી બધા પલાયન કરી ગયા. આઝાદી બાદ સંભલ નગરપાલિકામાં 45% હિન્દુઓ હતા. ત્યારથી અહીંની ડેમોગ્રાફી બદલાતી ગઈ. 3 સભ્યોની ન્યાયિક તપાસ પંચના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સંભલ હિં*સા બાદ ન્યાયિક પંચની રચના કરવામાં આવી હતી. 24 નવેમ્બર 2024ના રોજ આ વિસ્તારમાં હિં*સા ફાટી નીકળી હતી. સંભલમાં મસ્જિદમાં સર્વે દરમિયાન હિં*સા થઈ હતી. ન્યાયિક પંચમાં અલ્લાહબાદ હાઈકોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર અરોડા અને રિટાયર્ડ IAS અમિત મોહન, રિટાયર્ડ IPS અરવિંદ કુમાર જૈનનો સામેલ હતા. આજે ન્યાયિક પંચની ટીમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળીને ગોપનીય તપાસ રિપોર્ટ સોંપી દીધો હતો.
રિપોર્ટમાં શું-શું છે?
દં*ગામાં વિદેશી હથિયાર મળી આવ્યા હતા. રિપોર્ટમાં Made in USA હથિયાર મળવાની વાત છે. મીડિયા રિપોર્ટ મુજબ, રિપોર્ટમાં લવ જિહાદ, દં*ગા અને સામાજિક ગતિવિધિઓને કારણે ધર્માંતરણનો પણ ઉલ્લેખ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંભલ હંમેશાં પઠાણ તુર્કો વચ્ચેના આંતરિક સંઘર્ષમાં સળગતું રહ્યું છે. વર્ષ 1947થી, દરેક દં*ગામાં માત્ર હિન્દુઓ જ માર્યા જાય છે. આ વખત પણ હિન્દુઓને મારવાની પ્લાનિંગ હતી. દં*ગા કરવા માટે બહારથી ટોળાને બોલાવવામાં આવ્યા હતા. હિન્દુ મોહલ્લામાં પોલીસની ઉપસ્થિતિને કારણે હિન્દુઓ બચી ગયા હતા. જૂની દુશ્મનાવટને કારણે દંગાઓ દરમિયાન તુર્ક પઠાણોએ એક-બીજાને માર્યા હતા.
22 નવેમ્બરના રોજ નમાઝીઓને સંબોધિત કરતા સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કે કહ્યું હતું કે, અમે પોલીસ પ્રશાસન કે સરકારથી દબાવાના નથી. અરે અમે આ દેશના માલિક છીએ. અમે નોકર, ગુલામ નથી. હું ખુલ્લેઆમ કહી રહ્યો છું કે મસ્જિદ હતી, મસ્જિદ છે, ઇન્શા-અલ્લાહ મસ્જિદ કયામત સુધી રહેશે. અયોધ્યામાં જે રીતે અમારી મસ્જિદ છીનવી લેવામાં આવી, એવું અમે અહીં નહીં થવા દઈએ.
આ અગાઉ હિં*સાને લઈને અન્ય એક રિપોર્ટ આવ્યો હતો. 114 પાનાંનો આ રિપોર્ટ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ (APCR) દ્વારા કારવાં-એ-મોહબ્બત સાથે મળીને જાહેર કરવામાં આવ્યો હતો. સંશોધનકર્તા પ્રકૃતિ, એડવોકેટ અહમદ ઇબ્રાહિમ અને કાર્યકર્તા હર્ષ મંડર દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં 2 મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો: સર્વેક્ષણની પ્રક્રિયા અને ત્યારબાદ શું થયું તે બાબતે હતું.
હિં*સામાં ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા. મસ્જિદ સર્વેક્ષણનો આદેશ એક સ્થાનિક કોર્ટે 19 નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો, જ્યારે એક અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 1526માં મસ્જિદ બનાવવા માટે એક મંદિરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું આવ્યું હતું. આ આદેશ ચંદોસીના સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) આદિત્ય સિંહની કોર્ટે પસાર કર્યો હતો. પહેલો સર્વેક્ષણ 19 નવેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. 24 નવેમ્બરના રોજ બીજા સર્વેક્ષણ દરમિયાન હિં*સા ફાટી નીકળી હતી.

