હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?

ગુજરાતના દાહોદમાં હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025ના દિવસે ઉદઘાટન કરવાના છે. આ પ્લાન્ટમાં 9000 હોર્સ પાવરનું સિંગલ એન્જિનવાળા 4 એન્જિન તૈયાર થઇ ગયા છે.

દેશમાં પહેલીવાર લોકોમોટીવ માટે એસી અને ટોઇલેટની સુવિધા આપવામાં આવી છે. આ એન્જિનની ઝડપ 120 કિ.મીની હશે. કુલ 21405 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં 10 વર્ષમાં 1200 એન્જિન બનાવવામાં આવશે.

દરેક એન્જિન પર D9 લખેલું હશે, જેમાં Dનો મતલબ દાહોદ અને 9નો મતલબ 9000 હોર્સ પાવર એન્જિન છે.

આ પ્લાન્ટને કારણે ગુજરાતને મોટો ફાયદો થશે. લગભગ 10000 લોકોને રોજગારી મળવાની છે. આઉટ સોર્સિંગ સાથે સંકળાયેલા લોકોને પણ ફાયદો થશે.

Related Posts

Top News

ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
Gujarat 
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય

પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
National 
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.