- National
- પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ
પાકિસ્તાનનું પાણી રોકવા માટે ભારત પાસે અત્યારે શું છે વિકલ્પ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

કેન્દ્ર સરકારે હાલમાં જ પાકિસ્તાન સાથે 1960ની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ, ભારતીય જળ ક્ષેત્રનો વધુમાં વધુ ઉપયોગ સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવાનો નિર્ણય લીધો છે. આ દિશામાં એક અભ્યાસ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે, જેથી સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીઓના પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકાય. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી અને જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે, ભારત એ સુનિશ્ચિત કરશે કે પાકિસ્તાનને ભારત તરફથી પાણીનું એક ટીપું પણ ન મળે.

બેઠક બાદ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક નિર્દેશ આપ્યા છે અને બેઠકનું આયોજન એ નિર્દેશોનો અમલ કરવા માટે કરવામાં આવ્યું છે. અમિત શાહે આ બેઠકમાં ઘણા સૂચનો આપ્યા, જેનું પ્રભાવી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. એક્સપર્ટ્સના મતે, ભારત પાસે પશ્ચિમી નદીઓના પાણીને રોકવા માટે પૂરતી સંરચના નથી. જોકે, સરકારે ભવિષ્યલક્ષી યોજનાઓ પર કામ કરવાનું ચાલુ કરી દીધું છે. નદીના પાણીના પ્રવાહને રોકવા માટે ચાલી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં 5-7 વર્ષ લાગી શકે છે.

હિમાંશુ ઠક્કર, સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ્સ, રિવર્સ એન્ડ પીપલ (SANDRP)ના એક્સપર્ટ છે, તેઓ કહે છે કે વર્તમાનમાં ભારત પાસે પર્યાપ્ત નિયંત્રણ તંત્ર નથી, પરંતુ આ પરિયોજનાઓ પૂર્ણ થયા બાદ સ્થિતિમાં સુધાર થશે. એક અભ્યાસ કેન્દ્રના સંસ્થાપક શ્રીપાદ ધર્માધિકારી જેવા પર્યાવરણ કાર્યકરોએ પાણીના પ્રવાહને તાત્કાલિક વાળવાની તત્પરતા પર સાવધાની રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે હાલમાં ભારત પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી કે, જેથી પાકિસ્તાન તરફના પાણીના પ્રવાહને તાત્કાલિક રોકી શકાય. પાકિસ્તાને આ નિર્ણયને ‘એક્ટ ઓફ વૉર’ ગણાવ્યો છે અને તેને લઇને પાકિસ્તાનની સીનેટમાં એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.
Related Posts
Top News
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Opinion
