- National
- 'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ
'જો રોજા છૂટી જાય તેનું શું કરવું...', બરેલીના મૌલાના શહાબુદ્દીને શમીને આપી આ સલાહ

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની જીતનું સેલિબ્રેશન આખા દેશમાં અડધી રાત સુધી મનાવાતું રહ્યું. આ દરમિયાન, બરેલવી મૌલાના શહાબુદ્દીન રજવીએ ભારતીય ટીમની જીત પર કેપ્ટન સહિત તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ બરેલવી મૌલાનાએ ફાસ્ટ ભારતીય બૉલર મોહમ્મદ શમીને રમઝાન બાદ રોજા રાખવાનું કહ્યું છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રજવી બરેલવીએ કહ્યું કે, મને ખુશી છે કે ભારતીય ટીમે ICC ચેમ્પિયનશિપમાં સફળતા હાંસલ કરી. હું ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓ સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સફળતા માટે અભિનંદન પાઠવું છું. ભારતીય ટીમે આખી દુનિયામાં ભારતનો ઝંડો બુલંદ કર્યો છે. મોહમ્મદ શમીના રોજા જે કજા (અમાન્ય) થઈ ગયા છે, જેને તે ક્રિકેટ મેચ દરમિયાન રાખી શક્યો નહોતો, તેને રમઝાન પછી રાખી લે. મૌલાનાએ એમ પણ કહ્યું કે, જ્યારે તે પોતાના ઘરે પરત ફરે, તો પોતાના પરિવારના લોકોને સમજાવે કે શરિયતની મજાક ન બનાવે. શરિયતના સિદ્ધાંતોને દરેક હાલતમાં અમલ કરવા પડશે.
થોડા દિવસ અગાઉ, મેચ દરમિયાન એનર્જી ડ્રિંક પીવાને લઇને બરેલીના મૌલાનાના નિવેદનને કારણે મોહમ્મદ શમીના ગામમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આવું નિવેદન આપનાર મૌલાનાને કઠમુલ્લો કહ્યો. તો શમીના ભાઈ હસીબે કહ્યું કે, એવી નિવેદનબાજીથી શમીના સાથે કોઈ લેવાદેવા નથી. ન તો તે તેનાથી વિચલિત છે. તેનું ધ્યાન રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ માટે વધુ સારી તૈયારીઓ પર કેન્દ્રિત છે.

બૉલર મોહમ્મદ શમીને લઈને બરેલીના મૌલાના શહાબુદ્દીન રિઝવી દ્વ્રારા અપાયેલા નિવેદનની હવે ચારેય તરફ નિંદા થઈ રહી છે. શમીના ગામ સહસપુર અલીનગરના ગ્રામજનોનું કહેવું છે કે, મૌલાનાને શરિયત અને હદીસની યોગ્ય જાણકારી નથી. મૌલાનાના નિવેદન સાથે કોઈ સહમત નથી.