- National
- ‘વર્દીવાળી મા...’, દરોડો પડ્યો તો ભાગી ગયા માતા-પિતા, ખાટલા પર રડતું મળી આવ્યું નવજાત
‘વર્દીવાળી મા...’, દરોડો પડ્યો તો ભાગી ગયા માતા-પિતા, ખાટલા પર રડતું મળી આવ્યું નવજાત
પોલીસ વર્દી ઉપરથી સખત અને અંદર તેમની અંદર વ્હાલ પણ હોય છે.ખાસ કરીને મહિલા પોલીસ અધિકારીઓનું હૃદય ખૂબ જ સંવેદનશીલ હોય છે. થોડા દિવસ અગાઉ જ સુરત પોલીસે એક ત્યજી દેવાયેલી નવજાત બાળકીની નામકરણ વિધિ કરી અને તેનું નામ ‘હસ્તી’ રાખ્યું હતું અને તેના ભવિષ્યને લઈને પણ ખાસ આયોજન કર્યું હતું. પોલીસના આ પગલાની ખૂબ પ્રશંસા થઈ હતી. ત્યારે હવે મધ્ય પ્રદેશમાં મહિલા પોલીસ અધિકારી દ્વારા બાળક પર વરસાવાયેલા પ્રેમને લઈને ખૂબ પ્રશંસા થઈ રહી છે અને તેમણે ‘વર્દીવાળી મા’ કહેવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
દતિયામાં એક વર્દીધારી મહિલા અધિકારી માસૂમ બાળક પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા. ફુલરા ગામમાં ગેરકાયદેસર દારૂની બાતમી મળી હતી, એટલે ચિરુલા પોલીસ સ્ટેશન અને આબકારી વિભાગની એક ટીમ કંજર ડેરા પહોંચી હતી. ત્યાં હાજર પુરુષ અને સ્ત્રી તો ભાગી ગયા, પરંતુ પોલીસને ત્યાં કેટલાક બાળકો મળી આવ્યા. આ બાળકોમાંથી એક રડતું બાળક પણ હતું.
રડતા બાળકનો અવાજ સાંભળીને SDOP આકાંક્ષા જૈન છત પર દોડી ગયા. બાળક ઠંડી અને ભૂખથી તડપી રહ્યું હતું. SDOP અંકશા જૈન બાળકને રડતું અને ભૂખથી તરસતું ન જોઈ શક્યા અને પોલીસ ટીમની મહિલા પોલીસ અધિકારી આકાંક્ષા જૈનની મમતા જાગી ઉઠી. SDOP આકાંક્ષા જૈને બાળકને પોતાના ખોળામાં લીધું અને તેના પર પ્રેમ વરસાવવા લાગ્યા, પછી તેને બોટલથી દૂધ પીવડાવ્યું અને ગરમ કપડાં પહેરાવ્યા. વર્દીમાં એક અધિકારીને બાળકની આ રીતે સંભાળ રાખતા જોઈને હાજર સ્ટાફ અને ગ્રામજનો ભાવુક થઈ ગયા હતા.
SDOP દ્વારા બાળકને પ્રેમ કરવાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 25 જાન્યુઆરીનો હોવાનું કહેવામાં આવે છે. લોકો આકાંક્ષા જૈનને ‘વર્દીવાળી મા’ કહીને પ્રશંસા કરી રહ્યા છે.

