પત્રકાર સુધીર ચૌધરી આજ તક ચેનલ છોડીને ક્યાં ગયા?

દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરીએ આજ તક ચેનલ છોડી દીધી છે અને એક નવા પ્લેટફોર્મ પર જવાના છે. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું કે મારા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોગામનો આજે છેલ્લો શો છે, ટુંક સમયમાં મળીશું.

 ઘણા દિવસોથી સુધીર ચૌધરી આજ તક છોડી રહ્યા હોવાની અટકળો વહેતી થઇ હતી. જાણવા મળેલી વિગત મુજબ સુધીર ચૌધરી સરકારી ચેનલ દુરદર્શન સાથે જોડાવવાના છે અને આ બાબતે પ્રસાર ભારતી સાથે પત્રકાર જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઇ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે સુધીર ચૌધરીને દુરદર્શનમાં વર્ષે 15 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે.ZEE ન્યૂઝ પર DNA કાર્યક્રમથી જાણીતા બનેલા સુધીર પર સરકાર તરફી પત્રકારત્વ કરવાનો અનેક વખત આરોપ લાગતો રહ્યો છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.