પત્નીને અચાનક 10 વર્ષ પહેલા ખોવાયેલો પતિ ગેટ પર મળ્યો: ગંદા કપડા,વાળ જોઈ રડી પડી

બલિયામાં એક મહિલાએ તેના 10 વર્ષથી ગુમ થયેલા પતિને શોધી કાઢ્યો હતો. પતિને જોઈને મહિલા ભાવુક થઈને રડવા લાગી. તે તેના પતિની બાજુમાં જઈને બેસી ગઈ અને તેના હાથથી તેના વાળ અને ચહેરો સાફ કરવા લાગી. તે તેના પતિને વારંવાર પૂછી રહી હતી, તમે ઠીક તો છો ને? અહીં તમને જણાવી દઈએ કે, મહિલાએ શુક્રવારે બપોરે જિલ્લા હોસ્પિટલની બહારથી, 10 વર્ષથી ગુમ થયેલા તેના પતિને શોધી કાઢ્યો હતો. મહિલાનો પતિ રોડ પર બેઠો હતો.

મહિલા કોઈ કામ માટે E-રિક્ષામાં સવાર થઈને જિલ્લા હોસ્પિટલમાં આવી હતી. ત્યારે તેની નજર રસ્તાના કિનારે બેઠેલા યુવક પર પડી. યુવકના શરીર પર કપડા નહોતા. ચહેરો અને વાળ પણ ખૂબ જ ગંદા હતા. તે માનસિક રીતે અસ્વસ્થ જણાતો હતો.

મહિલાએ નજીક જઈને જોયું તો તે તેનો પતિ હોવાનું બહાર આવ્યું હતું. પતિની આ હાલત જોઈને મહિલા દુઃખી થઈ ગઈ અને પતિને ગળે લગાવીને રડવા લાગી. મહિલાનું નામ જાનકી દેવી છે. તેમના પતિનું નામ મોતી ચંદ્ર વર્મા છે. આ બંને દેવકાલી પોલીસ સ્ટેશન સુખપુરાના રહેવાસી છે. બંનેના લગ્ન 21 વર્ષ પહેલા થયા હતા.

પત્ની જાનકી દેવી કહે છે, 'તેના પતિ માનસિક રીતે બીમાર હતા અને 10 વર્ષ પહેલા અચાનક ઘરેથી ચાલ્યા ગયા હતા. ત્યારથી તે તેને દરેક જગ્યાએ શોધી રહી હતી, જે આજે પૂરી થઈ ગઈ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, મહિલા તેના પતિ સાથે રસ્તા પર બેઠી છે.

તે પહેલા તેના પતિને ગુલાબી રંગના કપડાથી ઢાંકે છે. તે પછી તે તેના ચહેરા અને વાળ પર હાથ ફેરવતી રહે છે. વાળમાં ફસાયેલી ગંદકીને સાફ કરે છે. આવું કરતી વખતે, મહિલા સતત રડતી રહે છે અને તેના પતિને તેની સ્થિતિ વિશે પૂછતી રહે છે.

પતિને મળ્યા બાદ જાનકી દેવી કહે છે, 'આજે મને મારા ભગવાન મળી ગયા છે. મેં નેપાળ સુધી મારા પતિની શોધ કરી હતી. પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ હાથમાં આવતી હતી. પરંતુ શુક્રવારે જ્યારે હું જિલ્લા હોસ્પિટલમાં આવી રહી હતી, ત્યારે મારી નજર આમની ઉપર પડી, પહેલા તો મને વિશ્વાસ જ નહોતો આવ્યો, પણ પછી મેં E-રિક્ષાને રોકી અને નીચે ઉતરીને તેની પાસે ગઈ.

મારા મનમાં વારંવાર એક જ વિચાર આવી રહ્યો હતો કે, તે મારા પતિ જ છે. તેનો ચહેરો ખૂબ જ ગંદો હતો. જ્યારે મેં તેને મારા હાથથી સાફ કર્યો, ત્યારે મને ખાતરી થઇ ગઈ કે તે જ મારા પતિ છે. તે પછી મેં મારા પુત્રને ફોન પર સંપૂર્ણ માહિતી આપી અને તેને ઝડપથી તેના પિતાનો ફોટો લાવવા કહ્યું. મારો પુત્ર સ્થળ પર આવ્યો અને ફોટોગ્રાફ્સ સાથે તેમની સરખામણી કરી. જે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.'

જાનકી દેવી રડતાં રડતાં કહે છે, 'આજનો દિવસ મારા માટે કોઈ આશીર્વાદથી ઓછો નથી. મેં મારા પતિને શોધવા માટે બધું જ વેચી દીધું હતું. મેં તેમને શોધવામાં કોઈ કસર છોડી ન હતી. અમે લોકોએ તો હવે આશા જ છોડી દીધી હતી. પરંતુ આજે તેઓ એક ચમત્કારની જેમ મારી સામે આવ્યા. આજે મને તેઓ મળી ગયા, મને મારી દુનિયા ફરીથી મળી ગઈ. અમે ખૂબ ખુશ છીએ.'

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.