- Agriculture
- ખેડૂતો વિવિધ સહાય યોજનાઓની અરજી માટે આ વેબસાઇટ પર 30 એપ્રિલ સુધી લાભ લઈ શકશે
ખેડૂતો વિવિધ સહાય યોજનાઓની અરજી માટે આ વેબસાઇટ પર 30 એપ્રિલ સુધી લાભ લઈ શકશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યના ખેડૂતો વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ શકે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ આગામી તા. 30,એપ્રિલ-2020 સુધી ખૂલ્લુ રહેશે. રાજ્યના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિકાસમાં આયોજનબદ્ધ પગલાના ભાગરૂપે આઇ.ટી. આધારીત ઇ-ગ્રામ ઇન્ફ્રાસ્ટ્રકચરની સવલતો ઉપયોગમાં લઇ, ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજાઓનો લાભ તથા અદ્યતન કૃષિ વિષયક માહિતી ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
રાજ્યના તમામ ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ વર્ષ 2020-21માં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લઇ શકે તે માટે ખેડૂતોએ તા. 30-4-2020 સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ તાલુકા કચેરીએ જમા કરાવવાની રહેશે તેમ ખેતી નિયામક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

