ખાસ મહિલાઓ માટે મોદી સરકાર ચલાવે છે આ 7 યોજનાઓ, જાણીને તમે પણ લાભ લઇ શકો

મોદી સરકારે મહિલા સશકિતકરણની દિશામાં અનેક પગલાં લીધા છે, જેનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓને મળી રહ્યો છે.મહિલાઓ પણ પુરુષ સમોવડી બને તેના માટે કેન્દ્ર સરકારની આ 7 કલ્યાણકારી યોજનાઓ વિશે જાણો જે તમને કામ લાગી શકે.

ઉજજ્વલા યોજના- આ યોજનાની શરૂઆત 1 મે 2016ના રોજ ઉત્તર પ્રદેશના બલિયાથી કરવાં આવી હતી. આ યોજના હેઠળ આર્થિક રીતે કમજોર મહિલાઓને રસોઇ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશના 8.3 કરોડ પરિવારો આ યોજનાનો લાભ લઇ ચુક્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે વધુ 1 કરોડ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચાડવાની વાત કરી હતી.

 ઉજજવલા યોજનામાં કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓને દરેક કનેકશન પર 1600 રૂપિયા સબસિડી આપે છે. આ સબસિડી સિલિન્ડરની સિકયોરિટી અને ફિટીંગ મફતમાં કરવા માટે આપવામાં આવે છે. જે પરિવારો બીપીએલ કાર્ડ ધરાવે છે તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. મહિલાઓને કોલસા અને ધુમાડાથી મુકત કરાવવાનો આ યોજનાનો હેતુ છે.

બેટી બચાવો બેટી પઢાઓ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાની શરૂઆત 22 જાન્યુઆરી 2015માં હરિયાણાના પાનીપતમાં કરી હતી. આ યોજનાનો હેતુ ગર્લ ચાઇલ્ડ સેકસ રેશિયોના ઘટાડાને રોકવા અને મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજના એ મહિલાઓને મદદ કરે છે જે કોઇ પણ પ્રકારની ઘરેલું હિંસાનો શિકાર થતી હોય. તો પોલીસ તેમને કાયદાકીય, મેડિકલ જેવી સેવાઓ આપે છે. પીડિત મહિલા 181 પર ફોન કરીને મદદ માંગી શકે છે.

સુરક્ષિત માતૃત્વ આશ્વાસન સુમન યોજના- આ યોજના હેઠળ 100 ટકા મહિલાની પ્રસુતિ  હોસ્પિટલ અથવા ટ્રેઇન્ડ નર્સ દ્રારા કરાવવામાં આવે છે. જેથી પ્રસુતિ વખતે મા અને બાળકના આરોગ્યની યોગ્ય દેખરેખ રાખી શકાય, સુરક્ષિત માતુત્વ આશ્વાસન સુમન યોજનાની શરૂઆત 10 ઓકટોબર 2019થી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકની જીવન સુરક્ષા માટે સરકાર દ્રારા આરોગ્ય સેવા મફતમાં આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ માતા અને નવજાત બાળકોના મૃત્યને રોકવાનો છે.

પ્રધાનમંત્રી ધન લક્ષ્મી યોજના- દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ ધન લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ બિઝનેસ કરવા માટે સરકાર તરફથી  5 લાખ રૂપિયાની લોન પુરી પાડવામાં આવે છે. આ લોનનું વ્યાજ સરકાર ભરે છે. મતલબ કે મહિલાઓને વ્યાજ મુકત લોન મળે છે.

 ફ્રી સિલાઇ મશીન યોજના-  દેશની સિલાઇ અને એમબ્રોઇડરીમાં રસ ધરાવતી ગરીબ અને મધ્યમવર્ગની મહિલાઓને લાભ મળી રહ્યો છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારની આર્થિક રીતે કમજોર મહિલાઓ માટે ફ્રી સિલાઇ મશીનની યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકાર દ્રારા દરેક રાજયમાં 50000થી વધુ મહિલાઓને મફત સિલાઇ મશીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે 20થી 40 વર્ષની મહિલા અરજી કરી  શકે છે.

પ્રધાનમંત્રી બાલિકા અનુદાન યોજના- ભારત સરકાર ગરીબી રેખા નીચે આવનારા પરિવોની દિકરીના લગ્ન માટે આર્થિક સહાય આપે છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે આવતા પરિવારની મહત્ત્મ બે દિકરીઓના લગ્ન માટે સરકાર 50,000 રૂપિયાની મદદ કરે છે. આ યોજનાનો લાભ એ પરિવારોને મળે છે, જેમની વાર્ષિક આવક 15000 કે તેનાથી ઓછી હોય.સરકાર દ્રારા આ રકમ બાળકી 18 વર્ષ પુરા થયા પછી લગ્ન સમયે આપે છે.

સુકન્યા સમૃધ્ધિ યોજના- મોદી સરકારે આ યોજના 22 જાન્યુઆરી 2015થી શરૂ કરી ચે. આ યોજના 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓની ઉચ્ચ શિક્ષા અને લગ્ન માટે છે. મતલબ કે બાળકીઓના સુરક્ષિત ભવિષ્ય માટેની બચત યોજના છે. કોઇ પણ બેંક અથવા પોષ્ટ ઓફીસમાં જઇને તમે 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકી હોય તો ખાતું ખોલાવી શકો છો. જેમના નામે ખાતુ ખોલાવ્યું હશે તેને સ્કીમ પુરી થયા પછી પુરી રકમ મળશે.

 

 

 

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.