- Offbeat
- પાકિસ્તાનના આ HULKએ 300 માંગા ઠુકરાવ્યા, કારણ કે પત્ની આટલા કિલોની જોઈએ છે
પાકિસ્તાનના આ HULKએ 300 માંગા ઠુકરાવ્યા, કારણ કે પત્ની આટલા કિલોની જોઈએ છે

આ છે પાકિસ્તાનનો હલ્ક. કારણ કે તે દુનિયાના તારતવર લોકોમાં સામેલ છે. જેનું નામ અરબાબ ખિજર હયાત છે. તેની ઉંમર 27 વર્ષની છે. જેને કરવા છે લગ્ન, પણ અત્યાર સુધીમાં 300થી વધારે માંગા નકારી ચૂક્યો છે.
તેની પાછળનું કારણ ઘણું અજીબ છે. ખૈબર પખ્તૂનખ્વા જિલ્લાના મરદાનમાં રહેનાર અરબાબ ચાહે છે કે તેની થનારી પત્નીનું વજન 100 કિલોથી ઓછું ન હોય. ઓછા વજનની પત્ની આવશે તો જોડી જામશે નહીં.
વેટલિફ્ટર અરબાબ ખિજર હયાતની ઊંચાઈ 6 ફૂટ 6 ઈંચ છે. તે ચાહે છે કે તેની પત્નીની ઊંચાઈ પણ 6 ફૂટ 4 ઈંચ હોય. અરબાબના પરિવારનું કહેવું છે કે, જો આ બાબતો નહીં હોય યુવતિમાં તો જોડી મેળ ખાશે નહીં.
અરબાબે કહ્યું, તેની પત્નીને સારી રસોઈ બનાવતા પણ આવડવું જોઈએ. કારણ કે અરબાબ રોજ 10 હજાર કેલરી ડાઈટ લે છે. તેના નાસ્તામાં 36 ઈંડા હોય છે. તેને કોઈ બીમારી પણ છે નહીં. તેણે જાણી જોઈને પોતાનું વજન વધાર્યું છે.
વજન વધારવાનું કારણ એ છે કે, અરબાબ દુનિયાના સૌથી તાકતવર વ્યક્તિ બનીને ચેમ્પિયન બનવા માગે છે. લોકો તેને પાકિસ્તાનનો હલ્ક કહીને બોલાવે છે. તે દુનિયાની નજરમાં ત્યારે આવ્યો જ્યારે તેણે એક હાથ વડે ટ્રેક્ટરને દોરી વડે ખેંચેલું.
તે ઘણીવાર મજાકમાં લોકોને એક હાથ વડે ઉઠાવી લે છે. બાઈકને ઉઠાવીને કસરત કરે છે. છતાં તેના દિલમાં સારી પત્નીની ચાહ છે. તે ઈચ્છે છે કે તેની પત્ની તે ખૂબ પ્રેમ કરે.
Related Posts
Top News
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Opinion
