- Offbeat
- બોલો! ચહેરા પર એક ખીલ આવ્યો તો શખ્સે છોડી દીધી નોકરી, બોલ્યો- ‘મેં પહેલા..’
બોલો! ચહેરા પર એક ખીલ આવ્યો તો શખ્સે છોડી દીધી નોકરી, બોલ્યો- ‘મેં પહેલા..’
-copy25.jpg)
આજકાલ લોકો ચમકદાર ત્વચા મેળવવા માટે શું-શું નથી કરતા! સારું ખાવાનું, પુષ્કળ પાણી અને વિવિધ પ્રકારના સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉપયોગ સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ ખીલના કારણે નોકરી છોડી દીધી હોય? જી હાં, એક મહિલાએ Reddit પર આવી જ કહાની શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટે લોકોને હસાવ્યા પણ અને હેરાન પણ કર્યા.
આખરે શું છે કહાની?
મહિલાએ જણાવ્યુ કે, તેની કંપનીમાં એક પુરુષને મશીનરીના કામ માટે રાખવામાં આવ્યો હતો. આ કામમાં મશીનોને ઇથેનોલથી સાફ કરવાના હતા. આ વ્યક્તિ એક મહિના સુધી કામ શીખ્યા બાદ અચાનક નોકરી છોડી ગયો. કારણ હતું તેના માથા પર નીકળેલો એક ખીલ. તેણે મહિલાને મેસેજ કર્યો કે તેણે પહેલાં ક્યારેય ખીલ જોયો નહોતો, અને તે જરૂર કામમાં ઉપયોગ થતા કેમિકલને કારણે થયું છે.એટલે તે હવે કામ નહીં કરી શકે.

આ ઘટનાને Reddit પર 'lstsmle331' નામના હેન્ડલથી શેર કરવામાં આવી હતી. પોસ્ટની હેડલાઇનમાં લખ્યું હતું કે, સહકર્મીએ પિમ્પલને કારણે નોકરી છોડી દીધી. 4 દિવસ અગાઉ શેર કરાયેલી આ પોસ્ટને 6,000થી વધુ અપવોટ મળ્યા છે. મહિલાએ લખ્યું કે, અમે ગયા મહિને એક નવા વ્યક્તિને હાયર કર્યો હતો. તેણે મશીનરી સાથે કામ કરવાનું હતું, જેમાં ઇથેનોલથી સફાઈ પણ સામેલ હતું. એક મહિનાની ટ્રેનિંગ બાદ, તેણે મને મેસેજ કર્યો કે કેમિકલને કારણે તેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ ગઈ. સમસ્યા હતી તેના કપાળ પર એક ખીલની. તેણે કહ્યું કે, પહેલાં ક્યારેય ખીલ થયો નથી, તો તે કામને કારણે જ થયો છે.

પોસ્ટ વાંચ્યા બાદ, લોકો પેટ પકડીને હસી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘હું તો ખીલ હટાવવા માટે રબિંગ આલ્કોહોલ ઉપયોગ કરું છું!. અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું કે, આ તો એવું કહેવા જેવું છે કે, નોકરીમાં મારા વાળ સફેદ થઈ ગયા છે, તો હવે નોકરી છોડવી પડશે. બીજા એક યુઝરે લખ્યું કે, કદાચ તેને પહેલી વખત કામમાં પર પરસેવો આવ્યો હશે અને તેને ખબર નહોતી કે તેણે પોતાનો ચહેરો ધોવો પડે છે. કેટલાક લોકોએ કહ્યું કે આ કદાચ નોકરીમાંથી બચવાનું બહાનું હતું.
Related Posts
Top News
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Opinion
