અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાતે કર્યો ફોન; મહારાષ્ટ્રમાં શું કંઈક નવા જૂની થવાની છે?

મહારાષ્ટ્રમાં આગામી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે વિપક્ષ કોંગ્રેસ સાથે સંભવિત ગઠબંધનની પહેલ કરી છે. PTIના રિપોર્ટ મુજબ, અજિત પવારે રવિવારે રાત્રે કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટીલ સાથે ફોન પર વાત કરીને પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ગઠબંધનની શક્યતા અંગે ચર્ચા કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે આ વાતચીત દરમિયાન અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીને લઈને સંયુક્ત રણનીતિ પર વિચાર-વિમર્શ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. કોંગ્રેસના નેતા સતેજ પાટીલે આ અંગે જવાબ આપ્યો કે આ મુદ્દા પર પાર્ટીની અંદર ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લઈ શકાય છે, કારણ કે કોંગ્રેસ 165 બેઠકોવાળી પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલનો સન્માનજનક હિસ્સેદારી ઇચ્છે છે.

ajit-pawar2
financialexpress.com

જો કે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે આ સંભવિત ગઠબંધનનો માર્ગ સરળ નથી લાગતો. કોંગ્રેસનું નેતૃત્વ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓછી બેઠકો પર સમાધાન કરવાના મૂડમાં નથી. પાર્ટીનું માનવું છે કે પુણે લોકસભા બેઠક મહા વિકાસ અઘાડી (MVA) સીટ-શેરિંગ ફોર્મ્યુલા હેઠળ કોંગ્રેસના હિસ્સામાં આવે છે, એવામાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન કોંગ્રેસ માટે જમીની પકડ મજબૂત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

આ કારણોસર, કોંગ્રેસ હાલમાં કોઈપણ ગઠબંધનથી સાવચેત છે જેના માટે તેને મર્યાદિત બેઠકો પર સંતોષ માનવો પડે. બીજી તરફ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટી અને અજિત પવારની આગેવાની હેઠળની NCP પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અલગ-અલગ લડશે.

ajit-pawar
livehindustan.com

રસપ્રદ વાત એ છે કે, જ્યારે કોંગ્રેસ અજિત પવારની NCP તરફથી આ પહેલ પર વિચાર કરી રહી છે, ત્યારે બીજી તરફ તે પોતાના પરંપરાગત મહા વિકાસ અઘાડીના સાથીઓ- શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને શરદ પવારના NCP (SP) સાથે પણ વાતચીતમાં વ્યસ્ત છે. એવામાં, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની રણનીતિ ઘણા વિકલ્પો પર આધારિત હોય તેવું લાગે છે.

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે જો આ વાતચીત આગળ વધે તો પણ, બેઠક વહેચણીને લઈને સૌથી મોટો અવરોધ કોંગ્રેસની સન્માનિય હિસ્સેદારીની માંગ હશે. હાલ તો, અજિત પવારની આ પહેલથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો અંગે અટકળોને વેગ મળ્યો છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.