જાણો ઓસ્ટ્રે.માં PM મોદીના ભાષણ વચ્ચે સંસદમાં BBCવાળી ડૉક્યૂમેન્ટ્રી કોણ ચલાવશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયામાં છે. આ દરમિયાન એવા સમાચાર મળી  રહ્યા છે કે, ઓસ્ટ્રેલિયાની સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી BBCની વિવાદિત ડૉક્યૂમેન્ટ્રી દેખાડવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં આવેલી BBCની ડૉક્યૂમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ ભારતમાં રીલિઝ બાદ જ બેન છે. હવે આ ડૉક્યૂમેન્ટ્રીને કેનબરામાં ઉપસ્થિત ઓસ્ટ્રેલિયન સંસદ ભવનમાં દેખાડવામાં આવશે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 મેની સાંજે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. એવા સમાચાર છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 મેના રોજ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં એક રેલીને સંબોધિત કરશે. આ રેલીમાં લગભગ 16 હજાર લોકો સામેલ થાય તેવું અનુમાન છે, જે આખા ઓસ્ટ્રેલિયામાં અલગ અલગ વિસ્તારમાંથી અહી પહોંચશે. ઓસ્ટ્રેલિયન મીડિયા સંસ્થા SBS ન્યૂઝના એક રિપોર્ટ મુજબ, ઓસ્ટ્રેલિયામાં કેટલાક રાજનેતાઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓના ગ્રુપો ત્યાંના સંસદ ભવનમાં BBC ડૉક્યૂમેન્ટ્રીની સ્ક્રિનિંગ રાખી છે.

આ સંબંધમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક નકારી ચૂકાયેલા એજન્ડાને આગળ વધારવા માટે આ બધી યોજના બનાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન સંસદમાં આ ડૉક્યૂમેન્ટ્રી દેખાડ્યા બાદ એક પેનલ ચર્ચા પણ થશે. આ કાર્યક્રમમાં જેલમાં બંધ ગુજરાત પોલીસના પૂર્વ અધિકારી સંજીવ ભટ્ટની દીકરી આકાશી ભટ્ટ પણ સામેલ થશે. આ અગાઉ BBCની ડૉક્યૂમેન્ટ્રીને ભારત સરકારે પ્રોપગેન્ડા બતાવતા બેન કરી દીધી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ 19 જાન્યુઆરીના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે, ‘આ એક પ્રોપગેન્ડા છે. તે ખોટા નેરેટિવને વધારવાનો એક માત્ર હિસ્સો છે. તેની પાછળ શું એજન્ડા છે. એ વિચારવા મજબૂર કરે છે. તેમાં પૂર્વાગ્રહ, નિષ્પક્ષતાની કમી અને ઔપનિવેશક માનસિકતાની સ્પષ્ટ ઝલક રહી છે. તેમ કોઈ વસ્તુનિષ્ઠતા નથી.

મોદી ધ ક્વેશ્ચન નામથી BBCની 2 એપિસોડવાળી આ ડૉક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો છે, તેમાં એક નવી નજરથી દંગાઓને જોવામાં આવ્યા છે. ડૉક્યૂમેન્ટ્રીમાં આરોપ છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં જે કંઈ થયું, તેમાં નરસંહારના બધા લક્ષણ હતા અને ડૉક્યૂમેન્ટ્રીમાં તેનો આરોપ ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવ્યો. સંદર્ભ આપવામાં આવ્યો છે, બ્રિટિશ સરકારના એક ગુપ્ત રિપોર્ટનો. બીજી તરફ ગુજરાત દંગાઓને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કહ્યું હતું કે દંગાઓ પાછળ ષડયંત્રના કોઈ પુરાવા નથી. ત્યારબાદ કોર્ટે ગુજરાતના તાત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.