PM મોદી પર ટિપ્પણી કરનાર માલદીવના 2 મંત્રી અને 1 સાંસદ સસ્પેન્ડ

માલદીવ સરકારે PM મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક કમેન્ટને ધ્યાનમાં લઈને તેમની જ સરકારના 2 મંત્રી અને 1 સાંસદને સસ્પેન્ડ કરી દીધા છે. રિપોર્ટ મુજબ માલદીવ સરકારે મરિયમ શિઉના, માલશા અને હસન જિહાનને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, વિવાદિત કમેન્ટ માટે જવાબદાર બે મંત્રી અને એક સાંસદને તેમના પદ પરથી તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ ઘટના બાદ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પર માલદીવ સરકારના મંત્રીઓ દ્વારા ભારત વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી ઘૃણાસ્પદ ભાષાની નિંદા કરું છું. ભારત હંમેશાં માલદીવનો એક સારો મિત્ર દેશ રહ્યો છે અને આ પ્રકારની ટિપ્પણીઓ બંને દેશો વચ્ચેની સદીઓ જૂની દોસ્તી પર નેગેટિવ અસર પાડે છે, જેને મંજૂરી ન આપવી જોઈએ.

PM નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાતની આ દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. લક્ષદ્વીપની સુંદરતા જોઈને લોકો હવે ત્યાં ફરવા જવાનું વિચારી રહ્યા છે. આ દરમિયાન માલદીવના એક મંત્રીની પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. મંત્રી અબ્દુલ્લા મહજૂમ મજીદે ભારત પર માલદીવને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બીચ ટુરીઝમમાં માલદીવ સાથે સ્પર્ધામાં ભારતને પડકારોનો સામનો કરવો પડે છે. ભારતીય ઈન્ટરનેટ યુઝર્સ આને લઈને ગુસ્સે થઈ ગયા અને #boycottmaldives ટ્રેન્ડ થવા લાગ્યા. લોકો મંત્રીને અપડેટ રહેવાની સલાહ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ભારતમાં લક્ષદ્વીપમાં માલદીવ કરતાં વધુ સુંદર બીચ છે અને હવે અમારે વિદેશ જવાની જરૂર નથી.

PM મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન સમુદ્રની નીચે જીવનની શોધ કરવા માટે 'સ્નોર્કલિંગ'નો આનંદ માણ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સમુદ્રની નીચે જીવનની શોધના ફોટા પોસ્ટ કર્યા. તેમણે અરબી સમુદ્રમાં સ્થિત ટાપુઓમાં તેમના રોકાણનો પ્રોત્સાહક અનુભવ શેર કર્યો હતો. તેણે લખ્યું, 'જે લોકો રોમાંચક અનુભવ ઈચ્છે છે, લક્ષદ્વીપ ચોક્કસપણે તેમની યાદીમાં હોવું જોઈએ. મારા રોકાણ દરમિયાન મેં સ્નોર્કલિંગનો પણ પ્રયાસ કર્યો. કેવો આનંદદાયક અનુભવ હતો!'

PM મોદીએ લક્ષદ્વીપના દરિયાકિનારા પર તેમની મોર્નિંગ વોક અને દરિયા કિનારે ખુરશી પર બેસીને નવરાશની કેટલીક પળોની તસવીરો પણ શેર કરી હતી. આ ફોટા ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.

જાણવા મળે છે કે PM મોદીની લક્ષદ્વીપ મુલાકાતને લઈને માલદીવના મંત્રીની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવમાં ચાલી રહ્યા છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને તેમના દેશમાંથી પોતાની સેના પાછી ખેંચવાની માંગ કરી છે. મુઈઝુએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, જો ભારત પોતાની સેનાને નહીં પાછી ખેંચે તો તે માલદીવના લોકોની લોકતાંત્રિક સ્વતંત્રતાનું અપમાન હશે. આનાથી માલદીવમાં લોકશાહીનું ભવિષ્ય જોખમાશે. આટલું જ નહીં મુઈઝુ 8 થી 12 જાન્યુઆરી સુધી ચીનની મુલાકાતે જવાના છે. મુઇઝુના પુરોગામી ભારત સાથેના વ્યાપક દ્વિપક્ષીય સંબંધો અને માલદીવની નિકટતાને જોતા પહેલા નવી દિલ્હીની મુલાકાત લેતા હતા, ત્યારપછી ચીન જતા હતા. પરંતુ તાજેતરના સમયમાં ચીને માલદીવમાં કેટલાક મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરીને ટાપુ રાષ્ટ્રમાં પોતાનો પ્રભાવ વધાર્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.