- Politics
- ‘..તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે’, ભાજપના સાંસદનું નિવેદન વાયરલ
‘..તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો દરેક સમસ્યાનું સમાધાન થઇ જશે’, ભાજપના સાંસદનું નિવેદન વાયરલ
સંસદના શિયાળુ સત્રમાં મનરેગાને બદલવા માટે એક નવી પોલિસી રજૂ કરવામાં આવી છે. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે અને યોજનાનું નામ પણ બદલી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ આનો વિરોધ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો કે યોજનામાંથી ગાંધીજીનું નામ દૂર કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી, જેમાં નૈનિતાલ-ઉધમપુરના સાંસદ અજય ભટ્ટે પણ પોતાની વાત રાખી હતી. ચર્ચા દરમિયાન તેમણે કંઈક એવું કહી દીધું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
સંસદમાં ચર્ચા દરમિયાન સાંસદે યોજનાનું આખું નામ પણ જણાવ્યું અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આ જે આજે નામ બદલવાની વાત આવી છે. નામ બદલવાનો તો કોઈ સવાલ જ નથી. સમજવા જેવી વાત તો એ છે કે, રામ, હે રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ’ આ 9 શબ્દોનો સિદ્ધ મંત્ર છે.
https://twitter.com/VishalmauryaINC/status/2001496972663099551?s=20
આ મંત્રને જ મહાત્મા ગાંધીએ અપનાવ્યો હતો. તેમાં કંઈ ખોટું નથી. તેમનું પહેલાની જેમ જ સન્માન કરવામાં આવે છે. જો રામનું નામ યોજનામાં આવી ગયું તો કોંગ્રેસને ગુસ્સો આવી રહ્યો છે. સાંસદ અજય ભટ્ટે સંસદમાં VBG RAM G બિલનું આખું નામ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે તેનું આખું નામ વિકાસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ મિશન ગ્રામીણ છે. જો તેમાં રામજીનું નામ આવી ગયું તો આટલી બધી ચીડ શા માટે છે?
સાંસદ અજયે કહ્યું કે, રામનો સિદ્ધ મંત્ર છે, તેનો જાપ કરવાથી દરેક કામ થઈ જાય છે. એટલે તમારે જાપ કરતા રહેવું જોઈએ. જો કોઈ છોકરી લગ્ન ન થઈ રહ્યા હોય, નોકરી ન મળી રહી હોય; કે પછી ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોય, જો પતિ-પત્ની વચ્ચે મેળ ન ખાતો હોય; સંબંધ બગડ્યો હોય અથવા જો ગાય દૂધ ન આપી રહી હોય તો શ્રી રામ જય રામ જય જય રામ ભજી દો કામ થઈ જશે. તેમાં ઇન્ટેન્શન ક્યાં ખરાબ છે?.
સંસદની અંદરનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં, ઘણા લોકો સાંસદને લઈને વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સાંસદને જ પ્રશ્નો પૂછતા જોવા મળી રહ્યા છે.

