ચોર રેઈનકોટ પહેરીને હીરા ચોરવા ગયો, લાખોના હીરા લઈને રફુચક્કર થયો, પણ એક ભૂલ કરી ગયો અને....

ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું સુરત શહેર માત્ર ટેક્સટાઈલ સિટી તરીકે જ નહીં પણ ડાયમંડ સિટી તરીકે પણ આખા ભારતમાં જાણીતું છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં હીરા ચોરીના ઘણા બનાવો નોંધાય છે. આવી જ એક ઘટના વરાછા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ બની હતી. એક ચોર હીરા ફેક્ટરીની ઓફિસમાં ઘૂસી ગયો અને રૂ. 13.65 લાખના હીરા ચોરીને ભાગી ગયો.

ચોર હીરા ચોરી કરવા માટે ફેક્ટરીની ઓફિસમાં પ્રવેશ કરતી વખતે અને હીરાની ચોરી કરતી વખતે CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. CCTVની નજરથી બચવા માટે, ચોરે કાળો રેઈનકોટ પહેર્યો હતો અને પોતાનું શરીર સંપૂર્ણપણે ઢાંકી દીધું હતું. પરંતુ તો પણ, તેનો ચહેરો થોડીક સેકન્ડ માટે CCTVમાં કેદ થઈ ગયો હતો.

કરવામાં આવેલી ફરિયાદ મુજબ, સુરતના વરાછા પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ કરીને ચોરની ધરપકડ કરી અને ચોરાયેલા હીરા કબજે કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે, 24 સપ્ટેમ્બર, 2025ના રોજ રાત્રે લગભગ 10:00 વાગ્યે, કાળો રેઈનકોટ પહેરેલો એક અજાણ્યો માણસ હીરા ફેક્ટરીની ઓફિસમાં ઘૂસ્યો હતો. પ્રવેશ કરતી વખતે, તેણે પોતાનો ચહેરો છુપાવવા માટે રૂમાલ બાંધ્યો હતો.

Surat-Hira-Chor1
economictimes.indiatimes.com

તેણે કેટલાક CCTV કેમેરા પણ બંધ કરી દીધા હતા, પરંતુ તે ફેક્ટરીના કેટલાક CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો. CCTV ફૂટેજમાં ચોર ડેસ્કના ડ્રોઅરમાંથી હીરાના પેકેટ ચોરીને ભાગી જતો દેખાય છે. ચોરાયેલા હીરાની કિંમત રૂ. 13 લાખ 65 હજાર આંકવામાં આવી હતી.

સુરતના વરાછા પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ વ્યક્તિનું નામ અલ્પેશ માધવજી ભાઈ રામાણી છે. આ જ અલ્પેશ રામાણી 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 થી 12:15 વાગ્યાની વચ્ચે ડાયમંડ ફેક્ટરીની ઓફિસમાં ઘૂસીને ચોરી કરી હતી. અલ્પેશે ઓફિસમાંથી રફ હીરા અને 6,129 કેરેટ ફિનિશ્ડ (તૈયાર) હીરાની ચોરી કરી હતી. જેની અંદાજિત કિંમત 13 લાખ 65 હજાર રૂપિયા હતી. ચોરીની ઘટનાને ઉકેલવા માટે વરાછા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી.

સુરત શહેર પોલીસ DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.B. ગોજિયાએ કાર્યવાહી કરી ચોરીની ઘટનાનો ખુલાસો કર્યો છે. 24 સપ્ટેમ્બરના રોજ રાત્રે 10:00 વાગ્યા પછી, એક અજાણ્યા ચોરે વરાછા મીની બજાર સ્થિત સરદાર આવાસની 108 નંબરની ઓફિસનું શટર ડુપ્લિકેટ ચાવીથી ખોલીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી તેણે હીરાનું પેકેટ ચોરી લીધું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.