રોહિત શર્માએ જે કહ્યું હતું, હવે આ તે ટીમ નથી...પહેલી જ મેચમાં ભારતે કરી બતાવ્યુ

ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઈનલ કોણ ભૂલી શકે? ભારતે 6 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમનો દાવ 158 રન પર સમેટાઈ ગયો હતો. 2019 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં, ભારતે 5 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. 2021ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. 2023ના વર્લ્ડ કપમાં ફરી એકવાર ભારતના ટોપ ઓર્ડર બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયા સામે ભારતનો સ્કોર 2 રનમાં 3 વિકેટે હતો. પરંતુ અહીંથી મુશ્કેલ વિકેટ પર ભારતે 6 વિકેટે મેચ જીતી લીધી હતી.

ભારતની જીત પછી કેપ્ટન રોહિત શર્માનું સંપૂર્ણ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ડિસેમ્બર 2021માં, રોહિતને પૂછવામાં આવ્યું કે, તે આગળ જતા આનો સામનો કેવી રીતે કરશે. તેના પર રોહિતે કહ્યું હતું કે, હું ધ્યાન રાખીશ કે અમે આવી પરિસ્થિતિઓ માટે તૈયાર રહીએ. હું કહી શકું છું કે અમે શરૂઆતના તબક્કામાં જ મેચ હારી જતા હતા. તેથી તે કંઈક એવું છે, જે હું ધ્યાનમાં રાખીશ અને જોઇશ કે અમે સૌથી ખરાબ માટે પણ તૈયાર રહીએ. ટીમનો સ્કોર 3 વિકેટે 10 રન હોય ત્યારે અમારે તે રીતની તૈયારી કરવી પડશે. આ રીતે હું આગળ વધવા માંગુ છું અને 3, 4, 5, 6 નંબર પર બેટિંગ કરી રહેલા ખેલાડીઓને આ સંદેશ આપવા માંગુ છું. એવું ક્યાંય લખ્યું નથી કે, જો તમે 10 રનમાં 2 કે 3 વિકેટ ગુમાવો છો તો તમે 180-190 (T20માં) સુધી પહોંચી શકશો નહીં.

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની પહેલી જ મેચમાં આવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં કેપ્ટન રોહિત શર્માની સાથે ઈશાન કિશન અને શ્રેયસ અય્યર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયા હતા. આ પછી એવું લાગી રહ્યું હતું કે ભારત માટે જીત મુશ્કેલ છે. પરંતુ વિરાટ કોહલી અને KL રાહુલે સૌથી પહેલા ક્રીઝ પર નજર રાખી હતી. પ્રથમ 10 ઓવરમાં ટીમનો સ્કોર માત્ર 27 રન હતો. પરંતુ સેટ થયા પછી તેઓએ ખુલીને શોટ રમ્યા અને ટીમને જીત તરફ દોરી.

રોહિત શર્માએ મેચ પછી આપેલા ઈન્ટરવ્યુમાં ટીમના ફિલ્ડરોની સૌથી વધુ પ્રશંસા કરી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાને 199 રન સુધી મર્યાદિત રાખવા માટે બોલરોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. રોહિતે કહ્યું, 'વર્લ્ડ કપની આ રીતે શરૂઆત કરવી ખૂબ જ સારી વાત છે. અમે શાનદાર ફિલ્ડિંગ કરી હતી. અમે તે ક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ. અમારા ખેલાડીઓએ આ સ્થિતિનો ઘણો ફાયદો ઉઠાવ્યો. અમારા બોલરોએ પરિસ્થિતિઓનો ખૂબ સારી રીતે ઉપયોગ કર્યો અને અમે જાણતા હતા કે દરેકને મદદ મળશે, ઝડપી બોલરોને પણ રિવર્સ મળ્યું, સ્પિનરોએ પીચના સારા એરિયામાં બોલિંગ કરી અને એકંદરે તે એક મહાન પ્રયાસ હતો.

About The Author

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.