સિડની ODIમાં કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયેલા ક્રિકેટર શ્રેયસ ઐયરને ICUમાં દાખલ કરવામાં આવ્યો

ભારતના વનડે ટીમના ઉપ-સુકાની શ્રેયસ ઐયર ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં કેચ પકડ્યા પછી નીચે પછડાયો હતો, આ દરમિયાન તેને પાંસળીમાં ઈજા થઇ હતી, ત્યાર પછી સિડનીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરીક્ષણોમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું હોવાથી તેને હાલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત હવે સ્થિર બતાવવામાં આવી છે. 31 વર્ષીય ખેલાડી ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી સિડની હોસ્પિટલમાં રહેશે અને પછી ભારત પરત ફરવા માટે ફિટ જાહેર થશે.

Shreyas-iye-3

સિડની વનડે દરમિયાન, શ્રેયસ ઐયરે બેકવર્ડ પોઈન્ટથી પાછળની તરફ દોડ્યો હતો અને ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરીનો શાનદાર કેચ પકડ્યો હતો. જોકે, આ દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેની છાતીમાં ડાબી બાજુની પાંસળીના ભાગમાં ગંભીર ઈજા થઈ. ફિલ્ડિંગ કર્યા પછી જ્યારે તે ડ્રેસિંગ રૂમમાં પાછો ફર્યો, ત્યારે દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ વધવા લાગી હતી, અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. ડોક્ટરોના રિપોર્ટમાં આંતરિક રક્તસ્ત્રાવ હોવાનું બહાર આવ્યું, જેના કારણે તેને તાત્કાલિક ICUમાં દાખલ કરવાની જરૂર પડી.

આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રએ એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, 'તેમની સ્વાસ્થ્ય રિકવરી પર આધાર રાખીને, તેમને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. રક્તસ્ત્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે આ જરૂરી છે. ટીમના ડોકટરો અને ફિઝિયોએ કોઈ જોખમ ન લીધું અને તાત્કાલિક તેમને હોસ્પિટલમાં લઈ ગયા. તેમની સ્થિતિ હવે સ્થિર છે, પરંતુ તે જીવલેણ બની શકે તેમ હતું.'

Shreyas-iye-2r

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, 'તે એક શાનદાર ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે. જો કે, આંતરિક રક્તસ્ત્રાવ થયો હોવાથી, તેમને ચોક્કસપણે સ્વસ્થ થવા માટે વધુ સમયની જરૂર પડશે. આ સમયે, સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી મુશ્કેલ છે.'

શ્રેયસ ઐયર શરૂઆતમાં લગભગ ત્રણ અઠવાડિયા માટે ક્રિકેટથી બહાર રહેવાની અપેક્ષા હતી, પરંતુ હવે તેમનો રિકવરી સમયગાળો થોડો લાંબો હોઈ શકે છે. શ્રેયસ 29 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે શરૂ થનારી 5 મેચની T20 શ્રેણીનો ભાગ નથી, તેથી તે સ્વસ્થ થયા પછી જ ઘરે પરત ફરશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.