ભારતીય ટીમ સૂર્યકુમારની બેટિંગ પર વધારે નિર્ભર ન રહે, જાણો કોણ બોલ્યું આવું

સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલમાં કમાલનો ખેલ દેખાડી રહ્યો છે. શ્રીલંકા વિરુદ્ધની ત્રીજી T20 મુકાબલામાં પણ સૂર્યાએ 112 રનની યાદગાર ઈનિંગ રમી છે. તેની આ ઈનિંગના લીધે ભારતે મેચમાં 91 રનથી જીત મેળવીને સીરિઝ પર 2-1થી કબ્જો કર્યો હતો. T20 પછી હવે વનડે સીરિઝનું આયોજન છે, જેની શરૂઆત 10 જાન્યુઆરીના થશે.

શ્રીલંકા વિરુદ્ધ T20 સીરિઝમાં જીત મેળવવા છતાં ટીમ ઈન્ડિયા માટે બધુ સારું નથી. ત્રણ મેચની T20 સીરિઝમાં સૂર્યકુમાર સિવાય કોઈ ટોપ ઓર્ડરનો બેટ્સમેન યોગદાન આપી શક્યો ન હતો. જ્યારે બોલિંગમાં પણ યુવાન બોલરો પાસેથી સારા પરફોર્મન્સની આશા હતી પરંતુ તેઓ પણ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર તથા સિલેક્ટર સબા કરીમે ભારતીય ટીમને વોર્નિંગ આપી છે. સબા કરીમનું માનવું છે કે ભારતીય ટીમ T20માં સફળતા હાંસલ કરવા માટે સૂર્યકુમારની બેટિંગ પર વધારે નિર્ભર રહી શકે તેમ નથી.

સબા કરીમે ભારતીય બેટ્સમેનોને એકસાથે ભેગા મળીને સારું પ્રદર્શન કરવા માટે આગ્રહ કર્યો છે. સબા કરીમે એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, ભારત સૂર્યકુમાર યાદવ પર ઘણું વધારે નિર્ભર રહી શકે તેમ નથી. આવી સ્થિતિમાં તે આગામી મેચમાં ટીમ માટે પરેશાની સાબિત થશે. હું ઈચ્છું છું કે અન્ય બેટ્સમેનો પણ પોતાનું મહત્વનું યોગદાન આપે. સૂર્યકુમાર યાદવ સિવાય બાકીના બેટ્સમેનોએ થોડું યોગદાન આપ્યું પરંતુ મેચ જીતવા માટેનું પ્રદર્શન જોવા મળ્યું ન હતું.

સબા કરીમે આગળ વાત કરતા કહ્યું કે, ટી20માં રાહુલ ત્રિપાઠીને ત્રીજા નંબર પર વધારે તક મળવી જોઈએ. કરીમનું માનવું છે કે રાહુલ ત્રિપાઠીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ આ નંબર પર બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું છે. સબા કરીમે કહ્યું કે, નંબર 3 રાહુલ ત્રિપાઠી માટે એક આદર્શ સ્થિતિ છે અને તે ત્યાં વધારે સહજ છે. આ એક એવું સ્થાન છે, જ્યાં તેણે પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે પણ બેટિંગ કરી છે અને પ્રભાવશાળી સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ટોપના બેટ્સમેનોએ આ રીતના પ્રદર્શનની જરૂર હોય છે.

શ્રીલંકા વિરુદ્ધની T20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવ સૌથી વધારે રન બનાવનારો બેટ્સમેન છે. સૂર્યાએ ત્રણ મેચમાં 85ની સરેરાશ અને 175.2ના સ્ટ્રાઈક રેટથી 170 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી એક શતક અને એક અર્ધશતક મારવામાં આવ્યું છે. અક્ષર પટેલ 117 રનની સાથે આ સીરિઝમાં સૌથી વધારે રન બનાવનારમાં ત્રીજા ક્રમ પર છે. આ બે સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન સીરિઝમાં 60 રન પણ બનાવી શક્યા ન હતા.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનો નવો કાયદો લાવશે મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.