- Sports
- હુક્કા વિવાદ પર ઈરફાન પઠાણે તોડ્યું મૌન, બોલ્યો- હું અને ધોની સાથે બેસીને..
હુક્કા વિવાદ પર ઈરફાન પઠાણે તોડ્યું મૌન, બોલ્યો- હું અને ધોની સાથે બેસીને..
ભારતીય ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. તેનું કારણ ઈરફાનનું એક જૂનું ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે સંકેત આપ્યો હતો કે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હુક્કો પી છે અને જે ખેલાડીઓ તેની સાથે તે સેશન્સમાં સામેલ થતા હતા, તેઓ તેની નજીક આવી જતા હતા. ઈરફાન પઠાણે મજાકમાં આ વાત કહી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેને લઈને બહેસ છેડાઈ ગઈ ઈ છે. કેટલાક લોકોએ મહેન્દ્ર સિંહ ધોની પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કેટલાકે ઈરફાનને પૂર્વ કેપ્ટનની છબી ખરાબ કરવાનો આરોપ લગાવી દીધો. ઈરફાન પઠાણે હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.
3 સપ્ટેમ્બરના રોજ ઈરફાન પઠાણે X પર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ પર એક ફેને મજાકમાં ઈરફાનને પૂછ્યું કે, ‘પઠાણ ભાઈ, એ હુક્કાનું શું થયું???’ તેના પર ઈરફાન પઠાણે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો, ‘હું અને મહેન્દ્ર સિંહ ધોની સાથે બેસીને પીશું.’ ઈરફાન પઠાણે એમ પણ કહ્યું કે આ એક જૂનો વીડિયો છે, જેને હવે તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. તેણે સંકેત આપ્યો કે તેની પાછળ ફેન વૉર અથવા કોઈ PR લોબી હોઈ શકે છે. ઈરફાન પઠાણે લખ્યું કે, ‘હવે નિવેદનના સંદર્ભને તોડી-મરોડીને રજૂ કરતા અડધા દાયકા જૂનો વીડિયો સામે આવ્યો છે. ફેન વૉર? PR લોબી?’
https://twitter.com/Akshatgoel1408/status/1963172695199101337
ઉલ્લેખનીય છે કે, ઈરફાન પઠાણ 2007ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની જીતનો હીરો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન સામેની મેચમાં 16 રન આપીને 3 વિકેટ લીધી અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. ઈરફાને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2012માં રમી હતી. ત્યારબાદ વર્ષ 2020માં તેણે 35 વર્ષની ઉંમરમાં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો. કપિલ દેવ બાદ ઈરફાનને એક સમયે ભારતનો આગામી મોટો ઓલરાઉન્ડર માનવામાં આવતો હતો, પરંતુ ઈજા અને સીમિત તકોને કારણે તેનું કરિયર લાંબા સમય ટકી ન શક્યું.
ઈરફાન પઠાણનું જે વીડિયો વીડિયો ઇન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યું છે, તેમાં તે 2008માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન રમાયેલી CB સીરિઝની વાત કરી રહ્યો છે. ઇન્ટરવ્યૂમાં તેણે એ સમય યાદ કર્યો જ્યારે તેણે ધોની સાથે મીડિયામાં આવેલા એ રોપોર્ટ્સની વાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે કેપ્ટન તેની બોલિંગથી ખુશ નથી. આ દરમિયાન હુક્કાવાળી વાત પણ સામે આવી. ઇરફાન પઠાણે કહ્યું હતું કે, ‘મારી આદત નથી કે, કોઈના રૂમમાં હુક્કો સેટ કરું. બધા જાણે છે. ક્યારેક-ક્યારેક ચૂપ રહેવું વધુ સારું હોય છે. ક્રિકેટરનું સાચું કામ મેદાન પર પ્રદર્શન કરવાનું છે અને ત્યાં જ મારું ધ્યાન રહેતું હતું.’
ઇરફાન પઠાણે 29 ટેસ્ટ મેચોમાં 31.57ની સરેરાશથી 1105 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 1 સદી અને 6 અડધી સદી ફટકારી. બૉલિંગમાં તેણે 32.26ની સરેરાશથી 100 વિકેટ લીધી. વન-ડે ક્રિકેટમાં ઇરફાને 120 મેચોમાં 23.39 ની સરેરાશથી 1544 રન બનાવ્યા છે. તેણે વન-ડેમાં કુલ 173 વિકેટ લીધી છે અને તેની સરેરાશ 29.72ની રહી છે. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ઇરફાને 24 મેચ રમીને 172 રન બનાવ્યા અને 28 વિકેટ લીધી હતી.

