- Sports
- શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’
અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે. કોહલીના ટીકાકારોનો એક વર્ગ તેને ઘમંડી માને છે, પરંતુ રહાણેનું માનવું છે કે જે પ્રકારે રમતને લઈને તેના વિચાર અને વલણ છે, બાહ્ય લોકો ખોટું સમજી લે છે. તે ફક્ત પોતાની રમતમાં ડૂબી જાય છે.’
શું વિરાટ કોહલી ઘમંડી છે?
અજિંક્ય રહાણેએ ક્રિકબઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘વિરાટ કોહલી વિશે ગમે તેટલી વાતો કરો, પૂરી થતી નથી. મેં તેને નજીકથી જોયો છે. જ્યારે તે બેટિંગ કરવા જાય છે ત્યારે આપણે તેના જુસ્સા વિશે વાત કરીએ છીએ. મારું માનવું છે કે શીખવાની તેની ઉત્સુકતા, તેનું વલણ અને તેની ક્યારેય ન હારવાની ભાવના તેને અલગ બનાવે છે. બહારના લોકો તેને ઘમંડી માને છે, પરંતુ આવું નથી. કોહલી ફક્ત તેની રમતમાં ડૂબી જાય છે.’
અજિંક્ય રહાણેએ આગળ કહ્યું કે, મૌન રહેવાનો અર્થ ઘમંડ નથી. તે રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાની તેની રીત છે. મેં તેને મેચ પહેલા બે-બે દિવસ જોયો છે. તે ખૂબ જ ઓછું બોલે છે, તેના સાથી ખેલાડીઓ સાથે પણ વધારે બોલતો નથી. તે ફક્ત પોતાનો અલગ ઝોન તૈયાર કરે છે. તે તેના એરપોડ્સમાં એજ સાંભળે છે, જે તેને ગમે છે. આ તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.’
રહાણેએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા ખેલાડીઓને કોહલીના વલણને સમજવામાં અને તે જે કરે છે તે શા માટે કરે છે તે સમજવામાં સમય લાગે છે. જ્યારે તે તેના સાથી ખેલાડીઓ સાથે વાત કરતો નહોતી, ત્યારે હું સમજી લેતો હતો કે તે પોતાનો ઝોન તૈયાર કરી રહ્યો છે.
રહાણેએ કહ્યું કે, રમતમાં બધું પ્રાપ્ત કરવા છતા વિરાટ કોહલી હજુ પણ ઇચ્છા રાખે છે. તેની કાર્ય કરવાની રીત પણ શાનદાર છે. જ્યારે પણ હું તેને જોઉં છું, ત્યારે મને કંઈક નવું જોવા મળે છે. તે હંમેશાં બદલાવ જોય છે. તે ઈચ્છે છે કે, હંમેશાં કંઈક નવું કરે અને ટીમમાં યોગદાન આપે.’
વિરાટ કોહલી હાલમાં ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં રમી રહ્યો છે. તેણે પહેલી મેચમાં શાનદાર 93 રન બનાવ્યા, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે વિજય હજારે ટ્રોફીમાં સદી પણ ફટકારી. અ અગાઉ, તેણે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણમાંથી 2 વન-ડેમાં સદી ફટકારી હતી. ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની બીજી વન-ડે મેચ બુધવાર, 14 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

