અસલી ધુ’RUN’ધર.., એક કલાક પણ ન ટકી શક્યો સૂર્યવંશીનો રેકોર્ડ, ઈશાન કિશને આટલા બૉલમાં સદી ફટકારી

વિજય હજારે ટ્રોફી 2025નો પહેલો દિવસ, એટલે કે 24 ડિસેમ્બર, ભારતીય ઘરેલુ ક્રિકેટના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. આ દિવસે 3 બિહારીઓનો જલવો જોવા મળ્યો અને થોડા કલાકોમાં જ રેકોર્ડ તોડી નાખ્યા. એક જ દિવસમાં વૈભવ સૂર્યવંશી, સાકિબુલ ગની અને ઇશાન કિશનના બેટથી નીકળેલી ઇનિંગ્સે વિજય હજારે ટ્રોફીને રેકોર્ડનો અખાડાનો બનાવી દીધી છે. સાકિબુલ બિહાર ટીમનો કેપ્ટન છે, જ્યારે વૈભવ બિહારનો ઓપનર છે. ઇશાન ઝારખંડ માટે રમે છે, પરંતુ તેનો પરિવાર બિહારમાં રહે છે અને તે બિહારનો છે.

સૌપ્રથમ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે 36 બૉલમાં સદી ફટકારીને વિજય હજારે ટ્રોફી અને લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો. પરંતુ, તેનો રેકોર્ડ એક કલાક પણ ન ટકી શક્યો. બિહારના કેપ્ટન સાકિબુલ ગનીએ તે જ મેચમાં વધુ ફાસ્ટ બેટિંગ કરીને માત્ર 32 બૉલમાં સદી ફટકારી દીધી અને લિસ્ટ-A ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ફાસ્ટ સદી પોતાના નામે કરી લીધી.

vaibhav2
sports.ndtv.com

અરુણાચલ પ્રદેશ સામેની આ મેચમાં, બિહારે પહેલા બેટિંગ કરતા એક એવું તોફાન મચાવ્યું, જેમને વિરોધી બૉલરો માટે રોકવું અશક્ય સાબિત થયું. બિહારે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 574 રન બનાવી દીધા, જે લિસ્ટ-A ક્રિકેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. આ ઐતિહાસિક ઇનિંગનો પાયો વૈભવ સૂર્યવંશીએ નાખ્યો હતો, જેણે 84 બૉલમાં 190 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 15 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની સાથે આયુષ લોહુરુકાએ 56 બૉલમાં 116 રન બનાવ્યા, જ્યારે પીયૂષ સિંહે 77 રનનું યોગદાન આપ્યું.

જોકે, મેચનું સૌથી મોટું આકર્ષણ કેપ્ટન સાકિબુલ ગની હતો, જેણે માત્ર 40 બૉલમાં અણનમ 128 રન બનાવીને 32 બૉલમાં સદી ફટકારીને વૈભવનો રેકોર્ડ તોડ્યો. ગનીએ તેની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા. 574 રન લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી વધુ ટીમ સ્કોર બની ગયો. આ અગાઉ, લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર તમિલનાડુના નામે હતો. તેણે 2022માં અરુણાચલ પ્રદેશ સામે જ 2 ગુમાવીને 506 રન બનાવ્યા હતા.

વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ સ્કોર

574/6- બિહાર Vs અરુણાચલ પ્રદેશ, રાંચી 24 ડિસેમ્બર 2025

506/2- તમિલનાડુ Vs અરુણાચલ પ્રદેશ બેંગલુરુ 21 નવેમ્બર 2022

457/4- મુંબઈ Vs પુડુચેરી, જયપુર, 25 ફેબ્રુઆરી 2021

427/6- મહારાષ્ટ્ર Vs મણિપુર, જયપુર 5 ડિસેમ્બર 2023

426/4- પંજાબ Vs હૈદરાબાદ, અમદાવાદ, 3 જાન્યુઆરી 2025

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર

574/6- બિહાર Vs અરુણાચલ પ્રદેશ, રાંચી, 2025

506/2- તમિલનાડુ Vs અરુણાચલ પ્રદેશ બેંગલુરુ 21 નવેમ્બર 2022

498/4- ઇંગ્લેન્ડ Vs નેધરલેન્ડ્સ, એમ્સ્ટલવીન, 2022

496/4, સરે Vs ગ્લોસ્ટરશાયર, ધ ઓવલ, 2007

481/6, ઇંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયા, નોટિંઘમ, 2018

457/4, મુંબઈ Vs પુડુચેરી, જયપુર, 2021

ishan-kishan1
hindi.news18.com

ઈશાન કિશનનો જલવો

આ દરમિયાન, વિજય હજારે ટ્રોફીની બીજી મેચમાં ઝારખંડ અને કર્ણાટક વચ્ચેની મેચ પણ રેકોર્ડ બુકમાં નોંધાઈ ગઈ. ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને કર્ણાટક સામે વિસ્ફોટક બેટિંગ કરતા માત્ર 33 બૉલમાં સદી ફટકારી. ઈશાનની ઇનિંગ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ઇનિંગ્સમાંથી એક બની ગઈ. તેણે 39 બૉલમાં 125 રન બનાવ્યા, જેમાં 14 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ વિસ્ફોટક બેટિંગના દમ પર ઝારખંડડે 50 ઓવરમાં 9 વિકેટે ગુમાવીને 412 રન બનાવ્યા. ઈશાને લિસ્ટ-A ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ફાસ્ટ સદી પોતાના નામે કરી લીધી.

ભારતની સૌથી ફાસ્ટ લિસ્ટ-A સદી

સાકીબુલ ગની, બિહાર, 32 બૉલ

ઈશાન કિશન, ઝારખંડ, 33 બૉલ

અનમોલપ્રીત સિંહ, પંજાબ, 35 બૉલ

વૈભવ સૂર્યવંશી, બિહાર, 36 બૉલ

યુસુફ પઠાણ, બરોડા, 40 બૉલ

ઉર્વીલ પટેલ, ગુજરાત, 41 બૉલ

અભિષેક શર્મા, પંજાબ, 42 બૉલ.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

હાલ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં અમરેલી 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું...
Gujarat 
ગુજરાતમાં ઠંડીનો કહેર: જાણો ક્યારે મળશે થોડી રાહત

વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

‘કહેવાય છે ને પ્રેમ તો આંધળો હોય છે, ગમે તેની સાથે ગમે ત્યારે થઈ શકે છે’, પરંતુ...
Gujarat 
વડોદરામાં પ્રેમીને મળવા 16 વર્ષીય સગીરાએ ઉપાડો દીધો, PCR વાન પર ચઢી અને પછી...

સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

ઉત્તરાયણ પર્વ આનંદ, ઉત્સાહ અને પરંપરાનો તહેવાર છે, પરંતુ આ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈને અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ...
Gujarat 
સુરતના અથર્વ કાપડીયાનું અબોલ પક્ષીઓ માટે અદભુત સેવાકાર્ય

જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ અને પરિવારજનોની ખોટી ઓળખને કારણે એક યુવકના અંતિમ સંસ્કાર...
National 
જેના અંતિમ સંસ્કાર કરી દેવાયા તે 20 દિવસ બાદ જીવતો મળ્યો; તો પછી અગ્નિદાહ કોને આપી દીધો?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.