વિરાટ કોહલીનો મોટો ખુલાસો- બે ડ્રિંક બાદ આખી રાત નાચતો હતો, પણ લગ્ન પછી હવે...

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 24 માર્ચે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર્સ એવોર્ડમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ પહેલાની જેમ હવે લેટ નાઇટ પાર્ટીઝમાં નથી જતા. પહેલા તેઓ રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતા હતા પરંતુ, હવે એવુ નથી. હવે તેઓ 9.30 વાગ્યા સુધીમાં સુઈ જાય છે. વિરાટે કહ્યું કે- પહેલા 2-3 ડ્રિંક બાદ હું આખી રાત ડાન્સ કરતો હતો. હવે ડ્રિંકિંગ છોડી દીધુ છે. વિરાટ અને અનુષ્કાએ સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી હતી.

અનુષ્કાએ કહ્યું- હવે અમે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં પોતાના બેડ પર હોઇએ છીએ. પહેલા રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હતા, લેટ નાઇટ પાર્ટી કરતા હતા પરંતુ વામિકાના જન્મ બાદ આ બધુ સંભવ નથી. આ કોઈ એક્સક્યૂઝ નહીં, રિયાલિટી છે. બાળકના જન્મ બાદ તમે વધુ સોશિયલ નથી થઈ શકતા.

અમે તેનાથી ખુશ છીએ કારણ કે, અમે બંને જ વધુ સોશિયલ રહેવાનું પસંદ નથી કરતા. અમને નાની-નાની વસ્તુઓ પસંદ છે, જેમ કે ઘરે ટાઇમ સ્પેન્ડ કરવો. અમને એકબીજા સાથે વધુ સમય નથી મળતો આથી જ્યારે પણ સમય મળે, અમે તેને ફેમિલી સાથે સ્પેન્ડ કરવાનું પસંદ કરીએ છીએ. વિરાટે કહ્યું- હવે તો હું ડ્રિંક નથી કરતો પરંતુ, પહેલા જ્યારે પણ કોઇ પાર્ટીમાં જતો હતો તો બે-ત્રણ ડ્રિંક બાદ હું અટકતો નહોતો. આખી રાત ડાન્સ કરતો હતો. પછી મને કોઈ બાબતની પરવાહ નહોતી રહેતી. જોકે, આ બધુ પહેલાની વાત છે. હવે એવુ નથી થતુ.

અનુષ્કાને પૂછવામાં આવ્યું કે બંનેમાંથી કોણ ડાન્સ ફ્લોર પર સૌથી વધુ ડાન્સ કરે છે? અનુષ્કાએ વિરાટ તરફ ઇશારો કરતા કહ્યું કે, વિરાટને સિંગિંગ અને ડાન્સિંગ ખૂબ જ પસંદ છે. વિરાટની મેમરી ખૂબ જ સારી છે. ડેટ કરતા પહેલા, હું વિરાટની આ ક્વોલિટીથી ઇમ્પ્રેસ થઈ હતી. મેં વિચાર્યું કે તેની આ આદત મને આગળ જતા ઘણી મદદ કરશે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન 2017માં થયા હતા. બંનેએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ઇટલીના ટસ્કનીમાં સાત ફેરા લીધા હતા. અનુષ્કાએ 2021માં દીકરી વામિકાને જન્મ આપ્યો. મા બન્યા બાદથી જ અનુષ્કા ફિલ્મોમાંથી ગાયબ છે. તેની છેલ્લી ફિલ્મ ‘ઝીરો’ હતી જે 2018માં રીલિઝ થઈ હતી. હવે તે ટૂંક સમયમાં જ ‘ચકદા એક્સપ્રેસ’માં દેખાશે. આ ફિલ્મ પૂર્વ ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.