કેપ્ટન બનતા જ રાણાના બદલાયા તેવર, કહ્યું- હું ધોની, રોહિત કે કોહલીની કેપ્ટનશિપ..

IPL 2023ની શરૂઆત 31 માર્ચથી થવાની છે. પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. કોલકાતા નાઇટ રાઇડર્સે આ અઠવાડિયે પોતાની ટીમના શ્રેષ્ઠ ખેલાડી નિતીશ રાણાને નવો કેપ્ટન બનાવ્યો. તેણે ઇજાગ્રસ્ત શ્રેયસ ઐય્યરની જગ્યા લઈ લીધી, જે પીઠની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. નિતીશ રાણાએ કેપ્ટનશિપ મળતા જ પોતાના તેવર બતાવ્યા. તેણે જણાવ્યું કે, તે ધોની, રોહિત અથવા વિરાટની કેપ્ટનશિપને ફોલો નથી કરવા માંગતો.

એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન KKRના નવા કેપ્ટન નિતીશ રાણાને પૂછવામાં આવ્યું કે, ઘરેલૂં ક્રિકેટમાં પોતાની ટીમની કેપ્ટનશિપ કરી છે પરંતુ, જો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોઈએ તો તું મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી કોને આદર્શ માને છે અથવા તું તેમાંથી કોને ફોલો કરે છે?

તેનો જવાબ આપતા નિતીશ રાણાએ કહ્યું, હું તેમાંથી કોઇને પણ ફોલો નથી કરતો અને તેમને ફોલો કરવા પણ નથી માંગતો. હું પોતાની રીતે ગેમને ચલાવવા માગુ છું. મને ખબર છે કે, જો કોઈને ફોલો કરવાનું શરૂ કર્યું તો હું પોતે પાછળ રહી જઈ શકું છું. હું આ વર્ષે પોતાની રીતે કેપ્ટનશિપ કરીશ.

જણાવી દઈએ કે, છેલ્લી 3 સિઝનથી નિતીશ રાણા કોલકાતા નાઈટ રાઇડર્સનો ચોથો કેપ્ટન બન્યો છે. નિતીશ કરતા પહેલા દિનેશ કાર્તિક, શ્રેયસ ઐય્યર અને ઇયોન મોર્ગન KKRની કેપ્ટનશિપ સંભાળી ચુક્યા છે. નિતીશ રાણાને IPL માં કેપ્ટનશિપ કરવાનો કોઈ અનુભવ નથી. તેણે આજ સુધી કોઈપણ IPL ટીમ માટે કેપ્ટનશિપ નથી કરી.

કોલકાતા નાઇટ રાઇડર્સની કમાન સંભાળ્યા બાદ નિતીશ રાણાએ મોટું નિવેદન આપ્યું છે. નિતીશ રાણાએ કહ્યું કે, 2018થી KKR મારા માટે એક ઘર જેવુ છે. આ ટીમનું નેતૃત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. કેપ્ટનશિપની જવાબદારી મને પરફોર્મન્સ કરવા માટે વધુ વિશ્વાસ અપાવશે. તેમજ પોતાના લીડરશિપ સ્કીલને બતાવવાની આ મારા માટે એક સારી તક હશે. હું પોતાના તમામ અનુભવોનો ઉપયોગ કરીશે જેનાથી મારું અને મારી ટીમનું બેસ્ટ થઈ શકે. તેમજ હું શ્રેયસ ઐય્યરની ફાસ્ટ રિકવરીની પણ કામના કરું છું. મને કેપ્ટનશિપના અતિરિક્ત જવાબદારીથી કોઈ ડર નથી.

તમને જણાવી દઈએ કે, કોલકાતા નાઇટ રાઇડર્સનો સ્ટાર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યૂસન ટીમ સાથે જોડાઇ ગયો છે. KKRએ તેના ટીમ સાથે જોડાવાનો મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકી ફર્ગ્યૂસન ટીમ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બોલર છે. તે હાલ દુનિયાના સૌથી ફાસ્ટ બોલર્સમાં સામેલ છે. IPL દરમિયાન આ વખતે તેનું અને ભારતના પેસ બેટર ઉમરાન મલિકની વચ્ચે સૌથી ફાસ્ટ બોલ ફેંકવાની રેસ થતી જોવા મળશે. બંને બોલર્સની વચ્ચે સ્પીડની આ જંગ ખૂબ જ રોમાંચક હશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.