- Sports
- પાકિસ્તાની વિકેટકીપરે અમ્પાયરનું માથું ફો*ડ્યું! વસીમે કરી એવી ટિપ્પણી કે મચી ગયો હોબાળો
પાકિસ્તાની વિકેટકીપરે અમ્પાયરનું માથું ફો*ડ્યું! વસીમે કરી એવી ટિપ્પણી કે મચી ગયો હોબાળો
બુધવારે એશિયા કપ 2025ની મેચ દરમિયાન પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસનો થ્રો અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેના માથા પર જઈને વાગ્યો હતો, જેના કારણે મેડિકલ ટીમ ત્યાં પહોંચી હતી. અમ્પાયરે મેદાન છોડીને જતું રહેવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મેચ એક કલાક મોડી ચાલુ થઈ હતી કારણ કે હેન્ડશેક વિવાદને લઈને PCB મેચ રેફરીથી નારાજ હતું અને બહિષ્કાર કરવાનું વિચારી રહ્યું હતું. જ્યારે બૉલ અમ્પાયરના માથા પર વાગ્યો, ત્યારે કોમેન્ટ્રી કરી રહેલા પાકિસ્તાની પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે અભદ્ર ટિપ્પણી કરી.
આ ઘટના UAE ઇનિંગ દરમિયાન બની હતી. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ હરિસ દ્વારા ફેંકવામાં આવેલો બોલ અમ્પાયરને માથાના પાછળના ભાગમાં વાગ્યો, તેમણે તરત જ નીચે મોઢું કરી દીધું. પાકિસ્તાની ખેલાડી તેમની પાસે ગયો અને મેડિકલ ટીમ બોલાવવાનો ઈશારો કર્યો. પાકિસ્તાન ટીમના ફિઝિયો પહોંચ્યા અને કન્કશન ટેસ્ટ કરાવ્યું, પરંતુ ત્યારબાદ અમ્પાયર રુચિરા પલ્લીયાગુરુગેને મેદાન છોડીને જતું રહેવું પડ્યું.
https://twitter.com/beingsky05/status/1968378490589430130
જ્યારે આ ઘટના બની ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ કોમેન્ટ્રી કરી રહ્યા હતા. તેણે કહ્યું કે, ‘બોલ સીધો જઈને અમ્પાયરના માથા પર વાગ્યો. શું થ્રો હતો! બુલ્સઆઈ.’ આ વાત ફેન્સને બિલકુલ પસંદ ન આવી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મોટાભાગના લોકોનું માનવું છે કે આ દિગ્ગજ ખેલાડીએ આવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો નહોતો.
UAE સાથેની મેચની વાત કરીએ તો ટોસ જીત્યા બાદ UAEએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહોતી, પરંતુ ફખર ઝમાન (50)ની અડધી સદી અને શાહીન શાહ આફ્રિદીના મહત્ત્વપૂર્ણ 29 રનના કારણે ટીમ 146 રન બનાવવામાં સફળ થઈ હતી. તેના જવાબમાં UAEની ટીમ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે પાકિસ્તાન ગ્રુપ-Aમાંથી સુપર ફોરમાં આગળ વધનારી બીજી ટીમ બની, કારણ કે ભારતીય ટીમે પહેલાથી જ પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લીધું છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન સુપર-4 મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.

