- Sports
- ‘બેબી ડિવિલિયર્સને IPLમાં અંડર ધ ટેબલ પૈસા આપ્યા’, અશ્વિને CSK પર કર્યો મોટો દાવો
‘બેબી ડિવિલિયર્સને IPLમાં અંડર ધ ટેબલ પૈસા આપ્યા’, અશ્વિને CSK પર કર્યો મોટો દાવો
દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના અંડર ધ ટેબલ ડીલ્સનો પર્દાફાશ કર્યો છે. દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને લઈને એક નવો દાવો કર્યો છે. જેમાં તેણે કહ્યું કે, ‘ડેવાલ્ડ બ્રેવીસને અંડર ધ ટેબલ ચૂકવણી કરી. ડેવાલ્ડ બ્રેવીસ ક્રિકેટ જગતમાં ‘બેબી ડી વિલિયર્સ’ના નામથી ઓળખાય છે.
બ્રેવીસને CSKમાં ઇજાગ્રસ્ત ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહની જગ્યાએ સાઇન કરવામાં આવ્યો હતો. અશ્વિને દાવો કર્યો હતો કે તે CSKમાં 2.2 કરોડ રૂપિયામાં ટીમમાં આવ્યો હતો. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, ‘ઘણી ટીમો બ્રેવીસને રિપ્લેસમેન્ટ તરીકે લેવા માગતી હતી, પરંતુ હવે વાતચીત બાદ CSKએ તેના એજન્ટોને વધુ પૈસા ચૂકવીને તેને સાઇન કરી લીધો હતો. અશ્વિને તર્ક આપ્યો કે, ‘બ્રેવીસ જેવા ખેલાડીઓ જાણે છે કે તેમને હરાજીમાં બેઝ પ્રાઈસ કરતા વધુ પૈસા મળશે, એટલે તેમની પાસે સોદાબાજી કરવાની ક્ષમતા છે. અશ્વિને પોતાના યુટ્યુબ વીડિયોમાં કહ્યું કે, હું તમને બ્રેવીસ બાબતે કંઈક બતાવું છું. ગત IPLમાં તેણે CSK સાથે સારો સમય વિતાવ્યો. કેટલીક ટીમો તેની સાથે વાત કરી રહી હતી, પરંતુ ઊંચી કિંમતને કારણે તે પાછળ હટી ગયો. જ્યારે તેને રિપ્લેસમેન્ટ તરીકે લેવાનો હતો, ત્યારે તેણે બેઝ પ્રાઈસ પર સાઇન થવાનું હતું. પરંતુ શું થાય છે કે તમે એજન્ટ સાથે વાત કરો છો અને ખેલાડી કહે છે, જો તમે મને થોડા વધારાના પૈસા આપો છો, તો હું આવી જઈશ.
તેણે વધુમાં કહ્યું કે, આવું એટલા માટે થાય છે કારણ કે ખેલાડી જાણે છે કે જો તેને આગામી સીઝનમાં રીલિઝ કરવામાં આવે છે, તો તેને હરાજીમાં સારા પૈસા મળશે. એટલે તેનું કહેવું હતું કે, અત્યારે સારા પૈસા આપો, નહીં તો હું આગામી વર્ષે વધુ પૈસામાં જતો રહીશ. CSKએ તેને પૈસા આપવાની હા પાડી દીધી એટલે તે આવ્યો. સીઝનના બીજા હિસ્સામાં CSKનું કોમ્બિનેશન મજબૂત હતું. હવે તે IPL 2026ની મિની ઓક્શનમાં 30 કરોડ રૂપિયા સાથે જશે.
IPL 2025 વચ્ચે 18 એપ્રિલના રોજ CSKએ દરમિયાન બ્રેવીસને ટીમમાં સામેલ કર્યો હતો. તે સમયે ચેન્નાઈની બેટિંગ લાઇન-અપ નબળી હતી અને તેને નવા ખેલાડીઓની સખત જરૂર હતી. ટીમે આયુષ મ્હાત્રે અને બ્રેવીસને રિપ્લેસમેન્ટ તરીકે લીધા હતા, જેથી સીઝનની છેલ્લી કેટલીક મેચોમાં તેમને સારો ફાયદો થયો હતો.
ત્યારે IPLએ નિવેદનમાં જણાવ્યું હતું કે, ચેન્નાઈ સુપર કિંગ્સે ઇજાગ્રસ્ત ગુરજપનિત સિંહની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવીસને ટીમમાં લીધો. બ્રેવીસ અગાઉ મુંબઈ ઇન્ડિયન્સનો હિસ્સો રહી ચૂક્યો છે, જ્યાં તેણે 10 મેચ (2022 અને 2024 સીઝન) રમી હતી. તે 2.2 કરોડ રૂપિયામાં CSKમાં જોડાશે. IPL 2025માં, બ્રેવિસે માત્ર 6 મેચમાં 225 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની સ્ટ્રાઇક રેટ 180 રહી.
IPLમાં એક મજબૂત ઓક્શન સિસ્ટમ છે જેમાં ટીમોને પોતાની ટીમો બનાવવા માટે એક નિશ્ચિત બજેટ આપવામાં આવે છે. ટીમો વચ્ચે સંતુલન જાળવવા માટે લઘુત્તમ ખેલાડીઓની સંખ્યામાં પૂરી કરવાની હોય છે, પરંતુ ‘અંડર-ધ-ટેબલ’ ડીલ્સનો સૌથી મોટો ગેરલાભ એ છે કે તે ફિક્સ્ડ બજેટ (જે આ સમયે 120 કરોડ છે)ના સમગ્ર હેતુને નિષ્ફળ કરી દે છે. જો અશ્વિન સાચું કહી રહ્યો છે તો, ટીમો ગુપ્ત ડીલ કરે છે કારણ કે તેઓ ખેલાડીઓને તેમના બજાર મૂલ્ય કરતા ઓછા ભાવે સાઇન સાઇન કરી લે છે.
બ્રેવીસના મામલે CSKએ સત્તાવાર રીતે 2.2 કરોડ રૂપિયા આપ્યા, પરંતુ હકીકતમાં આ રકમ ઘણી વધારે હોઈ શકે છે. જો અન્ય ટીમો પણ ખેલાડીઓ સાથે આવી ડીલ કરે છે, તો કહાની એકદમ અલગ થઈ જશે. કોઈ પણ પરિસ્થિતીમાં અશ્વિનના આરોપો ફ્રેન્ચાઇઝી મોડલમાં ખામીઓ દર્શાવે છે, જેને કદાચ BCCIએ જોવી જોઈએ.

