ચેમ્પિયન્સ ટ્રોફીની ICCની સ્ક્વોડમાંથી રોહિત શર્મા બહાર, મેજમાન પાકિસ્તાન સહિત 5 ટીમોની ફજેતી

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. તેના એક દિવસ બાદ જ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીની પોતાની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી હતી.

તેમાં ઘણા ચોંકાવનારા નિર્ણયો લેવામાં આવ્યા છે. ચેમ્પિયન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. જ્યારે મેજમાન ટીમ પાકિસ્તાનના કોઈ ખેલાડીને સામેલ કરવામાં આવ્યો નથી.. આ ટૂર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં માત્ર 3 ટીમમાંથી 12 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવી છે.

NZ
espncricinfo.com

આ 3 દેશ ભારત, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન છે. આ ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં ભારતીય ટીમના 6 ખેલાડીઓને જગ્યા મળી છે. આ ખેલાડી વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ છે.

આ સિવાય રનર-અપ ન્યૂઝીલેન્ડની ટીમના 4 ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે. આ ખેલાડી રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરી છે. આ ટીમની કમાન સેન્ટનરને સોંપવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના 2 ખેલાડીઓને ટીમમાં જગ્યા મળી છે. આ ખેલાડીઓ છે ઈબ્રાહિમ જાદરાન અને અજમતુલ્લા ઉમરજઈ.

rohit1
espncricinfo.com

બીજી તરફ, પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું મેજમાન હતું, પરંતુ તેની ટીમનો એક પણ ખેલાડી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ નથી. પાકિસ્તાનની ટીમ 5 દિવસમાં એક પણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાન ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડના કોઈ ખેલાડીને પણ જગ્યા મળી નથી.

ICC ની 12 સભ્યોની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ:

રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ જાદરાન, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર, કે.એલ. રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અજમતુલ્લા ઓમરજાઈ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મોહમ્મદ શમી, મેટ હેનરી, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.