- Sports
- ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ તમે સાંભળી શકો છો. શુક્રવારે લીડ્સના હેડિંગ્લેમાં શરૂ થયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ કાળા મોજા પહેરીને મેદાન પર આવ્યો હતો, જે ICCના નિયમોનું ઉલ્લંઘન છે. ગિલે શુક્રવારે લીડ્સના પહેલા દિવસે શાનદાર બેટિંગ કરી અને તેના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી ફટકારી હતી. તે બીજા દિવસે 147 રન બનાવીને આઉટ થઇ હતો. તે કેપ્ટન તરીકે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બન્યો. આ એશિયાની બહાર પણ તેની પહેલી સદી હતી. ગિલ ઉપરાંત રિષભ પંતે 134 રનની ઇનિંગ રમી હતી, જ્યારે યશસ્વી જાયસ્વાલ 101 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તો, સાઈ સુદર્શન ખાતું પણ ખોલી શક્યો નહતો, જ્યારે કેએલ રાહુલે 42 રનની ઇનિંગ રમી હતી.

શું ગિલે ICC નિયમોનું કર્યું ઉલ્લંઘન?
પોતાની કેપ્ટન્સીની શાનદાર શરૂઆત છતા ગિલને ICC ક્લોથિંગ એન્ડ ઇક્વિપમેન્ટ રૂલ્સના નિયમોનું ઉલ્લંઘન માટે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. સંભવિત ઉલ્લંઘન તેના પહેલા દિવસની ઇનિંગ દરમિયાન કાળા મોજા પહેરવાને કારણે થઈ શકે છે. ICCના ક્લોથિંગ એન્ડ ઇક્વિપમેન્ટ રૂલ્સના ખંડ 19.45 મુજબ, ખેલાડીઓને માત્ર સફેદ, ક્રીમ અથવા આછા રાખોડી રંગના મોજા પહેરવાની મંજૂરી છે. આ નિયમ મે 2023માં લાગૂ થયો હતો. વન-ડેમાં પણ આ 3 રંગોની મંજૂરી છે, તેમજ મેદાનમાં ઊતરતી વખતે પહેરવામાં આવેલા ટ્રાઉઝરના બેઝ કલરના મોજાને પહેરવાની પણ મંજૂરી છે. સ્કાય સ્પોર્ટ્સે ગિલના કાળા મોજા પહેરવાને લઈને ટ્વીટ કરી છે.
https://twitter.com/SkyCricket/status/1936048650645356688
ગિલ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય મેચ રેફરી પર નિર્ભર કરે છે. તેમણે એ નિર્ધારિત કરવું પડશે કે તે શું તે જાણીજોઇને લેવલ-1નો ગુનો હતો કે નહીં. જો આવું થાય છે તો ગિલ પર મેચ ફીના 10-20 ટકા દંડ લગાવી શકાય છે. જો કે, જો તેનું ઉલ્લંઘન આકસ્મિક હતું... ઉદાહરણ તરીકે, જો તેના મોજા ભીના હતા અથવા બિનઉપયોગી હતા, તો તે કોઈપણ પ્રકારની સજાથી બચી શકે છે. હવે જોવાનું એ રહેશે મેચ રેફરી રિચી રિચર્ડસન તેના પર શું નિર્ણય લે છે.
વર્ષ 2018માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન, કેએલ રાહુલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે તે હેલમેટ એવો પહેરાતો જોવા મળ્યો હતો, જે ICCના નિયમો વિરુદ્ધ હતો. ત્યારબાદ રાહુલ પર મેચ ફીનો 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તો 2016માં બિગ બેશ લીગ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેલ પર મેચ દરમિયાન કાળી બેટનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. એ પણ ICCના નિયમોની વિરુદ્ધ હતું. ત્યારબાદ ગેલને મેચ ફીના 10 ટકા દંડ આપવો પડ્યો હતો.

વર્ષ 2021માં LGBTQ+ વર્ગનું સમર્થન કરવા માટે ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટને રેનબો કલરની જર્સી પહેરવા માટે 15 ટકા દંડ આપવો પડ્યો હતો. તો વર્ષ 2019ના વન-ડે વર્લ્ડ કપ દરમિયાન ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ઇમામ-ઉલ-હકને જાહેરાતનો અનધિકૃત લોગોનો ઉપયોગ કરવા માટે ICCની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. તેને મેચ ફીનો 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.