- Sports
- IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડ...
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી અને કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવેલી સૌથી ઝડપી IPL સદી ફટકારી હતી. રાજસ્થાન રોયલ્સના નવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો હતો, જ્યારે તેને 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે IPL સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો બેટ્સમેન બની ગયો.

1. ક્રિસ ગેલ
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેણે 66 બોલમાં અણનમ 175 રન બનાવ્યા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે. આ દરમિયાન તેણે 17 છગ્ગા અને 13 ચોગ્ગા ફટકાર્યા.

2. વૈભવ સૂર્યવંશી
14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી અને કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવેલી સૌથી ઝડપી IPL સદી ફટકારી હતી.
3. યુસુફ પઠાણ
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુસુફ પઠાણ IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન છે. તેણે 2010 માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી. પઠાણે પોતાની વિસ્ફોટક ઇનિંગમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

4. ડેવિડ મિલર
દક્ષિણ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ત્રીજા ખેલાડી છે. તેણે 2013 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 38 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં તેણે 101 રન (નોટઆઉટ) બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે.
5. ટ્રેવિસ હેડ
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડે 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 39 બોલમાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી. તેણે 41 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે 102 રન બનાવ્યા. આ સાથે, 39 બોલમાં સદી ફટકારવાના મામલે પાંચમા ક્રમે પંજાબનો પ્રિયાંશ આર્ય છે, જેણે આ વર્ષે IPL 2025માં આ સિદ્ધિ મેળવી છે.
Related Posts
Top News
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો
અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Opinion
