યોગરાજ BCCI પર ભડાશ કાઢી, કહ્યું- તમે 7 ખેલાડીનું કરિયર બર્બાદ કરી દીધું

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે ફરી એકવાર ભૂતપૂર્વ પસંદગીકારો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે, જે ખેલાડીઓએ ભારતીય ટીમ માટે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો, તમે તે જ ખેલાડીઓને બાજુ પર રાખ્યા હતા. 1983 પછી, ભારતે બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો, પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે ફક્ત 3 ખેલાડીઓને જ આગામી વર્લ્ડ કપમાં રમવાની તક મળી. યોગરાજે ધોની વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ જવાની હતી.

Yograj Singh
economictimes.indiatimes.com

વિરાટ કોહલી, MS ધોની અને R. અશ્વિન એ ત્રણ જ ખેલાડીઓ હતા, જેમણે 2011નો વર્લ્ડ કપ રમ્યો અને પછી 2015નો વર્લ્ડ કપ રમ્યો. બાકીના 12 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં રમ્યા ન હતા. એક સ્પોર્ટ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં યોગરાજ સિંહે તે સમયના પસંદગીકારો પર નિશાન સાધતા કહ્યું, 'તમે (BCCI પસંદગીકારો) આ ખેલાડીઓને કોઈ કારણ વગર બરબાદ કરી દીધા. ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ, VVS લક્ષ્મણ, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓને 2011 પછી બહાર કરી દીધા. તમે 2011ના વર્લ્ડ કપ પછી ટીમને બરબાદ કરી દીધી. 7 ખેલાડીઓની કારકિર્દીને બરબાદ કરી દીધી.'

Yograj Singh
livehindustan.com

યોગરાજે વધુમાં દાવો કર્યો કે, તે સમયે ધોનીને બદલી શકાયો હોત, કારણ કે ભારત સતત હારતું રહ્યું. તેમણે કહ્યું, 'જ્યારે MS ધોની કેપ્ટન હતો, ત્યારે આપણે 5 શ્રેણી હારી ગયા અને તેને કહેવામાં આવ્યું કે, તેમની જગ્યાએ બીજાને લેવામાં આવશે. આ વાત મોહિન્દર અમરનાથે કહી હતી.' યોગરાજ સિંહે એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે યુવરાજ સિંહને નિવૃત્તિ ન લેવાનું વિચારવા કહ્યું હતું અને કહ્યું હતું કે, તેઓ તેમને ટીમ ઇન્ડિયાના કેપ્ટન બનાવશે અને બધાને બહાર કાઢી નાખશે.

Yograj Singh
msn.com

યોગરાજે કહ્યું, 'જ્યારે યુવરાજ નિવૃત્તિ લઈ રહ્યો હતો, ત્યારે મેં પણ તેને વચન આપ્યું હતું કે, હું તેને ભારતીય ટીમના કેપ્ટન બનવામાં મદદ કરીશ અને અમને બધાને ટીમમાંથી બહાર કાઢીશ, પરંતુ તેમણે ટીમ છોડી દીધી.' 2014ના T20 વર્લ્ડ કપ પછી યુવરાજને ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, પરંતુ 2016ની શરૂઆતમાં તે પાછો ફર્યો હતો. જોકે, તે 2017ના મધ્ય સુધી માત્ર દોઢ વર્ષ રમ્યો અને 2019માં તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

About The Author

Related Posts

Top News

મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

બાગપતમાં કિસાન દિવસની મીટિંગ દરમિયાન, એક વાંદરો અચાનક મીટિંગમાં પહોંચી ગયો હતો. ત્યારે એક ક્ષણનો પણ ખચકાટ કર્યા વિના...
National 
મીટિંગમાં 'VIP' વાંદરો આવ્યો... DM ઉભા થઇ ગયા અને પોતાની ખુરશી બતાવી કહ્યું, 'અહીં બેસો'

લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદામાં સુધારો કરતા સંસદમાં 3 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા છે. આ બિલો પર આગામી 3 દિવસ...
National 
લોકસભામાં મહિલા રજૂ થયેલા 3 બિલ અંગે તમામ માહિતી જાણો, સીમાંકન પર થયું ઘમાસાણ

રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક, રાજકુમાર રાવ જો કોઈ ડાર્ક કોમેડી લઈને આવે છે તો કોઈ પણ તેની પાસેથી સુંદર...
Entertainment 
રાજકુમાર રાવની ફિલ્મ 'ટોસ્ટર' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લેજો રિવ્યૂ

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.