મોરક્કોમાં ભૂકંપથી તબાહી, અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત, જુઓ વીડિયો

ઉત્તરી આફ્રિકાના મોરક્કો શહેરમાં 6.8 તીવ્રતાના ભૂકંપના ભારે ઝટકાના કારણે ઘણી ઇમરતો ધ્વસ્ત થઈ ગઈ છે. મોરક્કો મીડિયા મુજબ, આ ભૂકંપની ઝપેટમાં આવવાથી અત્યાર સુધી 600થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. મૃતકોનો આંકડો હજુ વધવાનું અનુમાન છે. બીજી તરફ ભૂકંપ બાદ મોટા પ્રમાણ પર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું કે, ભૂકંપની કેન્દ્ર મારકેશ શહેરથી 75 કિલોમીટર દૂર પશ્ચિમમાં સ્થિત હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે મોટી સંખ્યામાં ઇમારતો પડી ગઈ.

તો ઘણી ઇમારતો પૂરી રીતે ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ કાટમાળમાં અત્યારે પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. જેથી મોતનો આંકડો હજુ વધી શકે છે. હાલમાં રાહત અને બચાવ કર્યા ચાલી રહ્યું છે. US જિયોલોજીકલ સર્વે મુજબ, સ્થાનિક સમય મુજબ, મોડી રાત્રે લગભગ 11:11 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના એપી સેન્ટર મારકેશથી 75 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈમાં હતું,

મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલી તબાહી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરતા દરેક સંભવિત સહાયતાનો ભરોસો આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર લખ્યું કે, મોરક્કોમાં ભૂકંપના કારણે થયેલા જાનમાલની હાનિથી અત્યંત દુઃખ થયું. આ દુઃખદ સમયમાં મારી સંવેદનાઓ મોરક્કોના લોકો સાથે છે. એ લોકો પ્રત્યે સંવેદના જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઇજાગ્રસ્તો જલદી જ સારા થવાની કામના કરતા કહ્યું કે, ભારત યોગ્ય સમયે આ મુશ્કેલ સમયમાં મોરક્કોની દરેક સંભવિત સહાયતા આપવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, આફ્રિકન અને યુરેશિયાઈ પ્લેટો વચ્ચે સ્થિત હોવાના કારણે મોરક્કોના ઉત્તરી હિસ્સામાં ભૂકંપ આવતા રહે છે. વર્ષ 2004માં પૂર્વોત્તર મોરક્કોના અલ હોસેઇમામાં ભૂકંપમાં ભારે જાનમાલનું નુકસાન થયું હતું. તેની ઝપેટમાં આવવાથી 600 કરતા વધારે લોકો માર્યા ગયા, જ્યારે 900 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અગાઉ વર્ષ 1980માં મોરક્કોના પાડોશી અલ્જિરિયામાં 7.3 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેમાં 2500 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3 લાખ લોકો બેઘર થઈ ગયા હતા.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.