'હું 36 વર્ષની વર્જિન છું...લગ્ન પહેલા નહીં કરે સેક્સ', આ કારણે નથી થતા લગ્ન

36 વર્ષની ભારતીય મૂળની એક મહિલાનું કહેવું છે કે, તેની ઉંમર ભલે ગમે તેટલી થઈ જાય, પરંતુ તે પોતાના મૂલ્યો અને શરતો પર જ સંબંધમાં આગળ વધશે. તેણે કહ્યું કે તે હજુ સુધી વર્જિન છે અને પોતાના માટે જીવનસાથી શોધી રહી છે. આ માટે તે ઘણા છોકરાઓ સાથે બ્લાઈન્ડ ડેટ પર જઈ ચૂકી છે. જો કે, તે છોકરાઓને એ વિશ્વાસ કરવામાં મુશ્કેલી થઈ કે યુવતીએ લગ્ન પહેલા સેક્સ નહીં કર્યું હશે.

યુવતીનું નામ સોનાલી છે. તે અમેરિકામાં મોટી થઈ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પાર્ટ ટાઈમ સ્ટેન્ડઅપ કોમેડિયન સોનાલી હાલમાં જ 39 વર્ષના કાર્લોસની સાથે ડેટ પર ગઈ હતી. આ દરમિયાન બંનેની વચ્ચે ઘણી વાતો થઈ પરંતુ વાત તેમ છતાં નહીં બની. ખરેખર, સોનાલીને છોકરો પસંદ નહીં આવ્યો.

ન્યુ જર્સીમાં રહેતી સોનાલીનું કહેવું છે કે, તેને તેના સપનાનો રાજકુમાર શોધવો મુશ્કેલ થઈ ગયો છે. તેના માટે સેક્સ એક 'પવિત્ર અને વિશેષ કાર્ય' છે, આ માટે તે તેમાં સામેલ થતા પહેલા દરેક પ્રકારની તપાસ કરી લેવા માંગે છે. સોનાલી કહે છે કે, તે આમ જ કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાનું શરીર નથી સોંપી શકતી.

સોનાલી કહે છે કે, ભારતમાં લગ્ન પહેલા સેક્સ હજુ પણ વર્જિત છે. મારા માતા-પિતાએ આ વિશે ક્યારેય વાત નથી કરી. ગ્રેજ્યુએશન સમયે માતા-પિતા એરેન્જ્ડ મેરેજની યોજનાઓ જણાવતા હતા. જો કે, હું અરેન્જ્ડ મેરેજનું સમ્માન કરું છું પરંતુ તે મારા માટે નથી.

'તેની ઈચ્છા મને માત્ર બેડ સુધી લઈ જવાની હતી'

સોનાલી જણાવે છે કે, મેં લગભગ 5 વર્ષ સુધી વૉલ સ્ટ્રીટમાં કામ કર્યું. છોકરાઓ મારી તરફ આકર્ષિત થતા હતા પણ મને એવું જ લાગતું હતું કે તેમની ઈચ્છા ફક્ત મને બેડ સુધી લઈ જવાની છે. જો તેઓ મારો ઉપયોગ કરીને ગાયબ થઈ જતે તો હું ખૂબ ખરાબ મેહસૂસ કરતે.

સોનાલી આગળ કહે છે કે, તેણે અત્યાર સુધીમાં 5 લોકોને કિસ કરી છે. પરંતુ કોઈની પણ સાથે વસ્તુઓ આગળ નથી વધી શકી. કારણ કે તેના આદર્શો આડે આવી ગયા. આ દરમિયાન, તે એક એવા વ્યક્તિને પણ મળી જે તેને પસંદ હતો. પરંતુ એક દિવસ સમજાયું કે તેનું જોર પણ શારીરિક સંબંધ પર હતું. આનાથી સોનાલીની એ વાતને વધુ બળ મળ્યું કે તે કોઈ એવા વ્યક્તિ સાથે સબંધ નથી બનાવી શકતી, જે કોઈ દિવસ અચાનક તેને છોડીને જતો રહે.

સોનાલીએ કહ્યું, મેં મારા જીવનમાં જે 5-6 લોકોને ડેટ કર્યા, તેમાંથી કોઈની સાથે સંબંધ આગળ નહીં વધી શક્યા. ઘણા તો મારા દેખાવને જોઈને મારો સંપર્ક કરતાં, પરંતુ જ્યારે હું તેમને મારા મૂલ્યો વિશે જણાવતી તો તેઓ ગાયબ થઈ જતાં.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.