અમેરિકાને કારણે 4 વખત દુનિયામાં મંદી આવી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના એક નિર્ણયને કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વિશ્વના અર્થતંત્રને ટ્રમ્પે રમણભ્રમણ કરી નાંખ્યું છે.

જો કે ટ્રમ્પ પહેલાં પણ અમેરિકાને કારણે દુનિયાએ 4 વખત કારમી મંદીનો સામનો કરેલો છે.પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકા એક મહાસત્તા તરીકે ઉભરી આવી હતી અને અર્થતંત્ર વિકસી રહ્યુ હતું. લોકોએ લોન લઇને શેરબજારમાં રૂપિયા નાંખ્યા હતા.1929માં એવી મંદી આવી કે મહિનાઓ સુધી મંદી ચાલી અને 1930થી 1933ની વચ્ચે અમેરિકાની 9000થી વધારે બેંકોને તાળા લાગી ગયા હતા.

 1971માં અમેરિકા સીસ્ટમ શરૂ કરેલી કે ડોલર આપો અને સોનું લઇ જાઓ. એ પછી અમેરિકા વિયેતનામ યુદ્ધમાં ફસાઇ ગયું અને પોતે ડોલર છાપવાની જરૂરત પડી. એ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકસને આ સ્કીમ બંધ કરી દીધી જેને કારણે દુનિયા હચમચી ગઇ હતી અને તેને નિકશન શોક તરીકે ઓળખવામાં આવે છે. 1981માં રોનાલ્ડ રિગન રાષ્ટ્રપતિ બનેલા અને તેમણે ટેક્સમાં રાહત આપેલી જે થોડા સમય પછી પાછી ખેંચી લેવાતા ભારે મંદી આવેલી. 2008માં અમેરિકાની સૌથી મોટી બેંક લેહમેન બ્રધર્સે નાદારી નોંધાવેલી જેને કારણે આખી દુનિયામાં કારમી મંદી આવેલી

Related Posts

Top News

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ

ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
National 
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.