દિવસમાં 10 લીટર પાણી પીતો હતો શખ્સ, મેડિકલ તપાસમાં સામે આવી ડરામણી હકીકત

આમ તો પાણી કોઈ પણ વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, એક દિવસમાં 2-3 લીટર પાણી પીવું જોઈએ, પરંતુ વિચારો કે કોઈ વ્યક્તિ એક દિવસમાં 10 લીટર પાણી પીય શકે છે? એ બિલકુલ પણ સામાન્ય વાત નથી. હવે ઇંગ્લેન્ડના જોનાથન પ્લમર પોતાની આ ભયંકર તરસથી ઝઝૂમી રહ્યો હતો. તેણે ડૉક્ટરને જણાવ્યું કે, તે રોજ 10 લીટર પાણી પીય લે છે, તો ડૉક્ટર હેરાન રહી ગયા. ડૉક્ટરોએ માની લીધું કે હોય ન હોય જોનાથનને પાક્કું ડાયાબિટિસ છે ત્યારે જ તેને આટલી તરસ લાગે છે.

વધારે તરસ તો એ જ સંકેત આપે છે. જો કે, ડૉક્ટર ત્યારે પરેશાન થઈ ગયા, જ્યારે તેનું ટેસ્ટ કરાવ્યું અને તેમાં જાણવા મળ્યું કે 41 વર્ષ જોનાથનને તો ડાયાબિટીસ છે જ નહીં. જોનાથને ડેઇલી મેલને જણાવ્યું કે, તેના થોડા સમય બાદ હું આંખોના ટેસ્ટ માટે એક ડૉક્ટર પાસે ગાયો. ત્યાં ટેસ્ટમાં ડૉકટરોને મારી આંખોમાં એક ગાંઠ દેખાઈ. તેને MRI સ્કેન માટે મોકલવામાં આવી. ખબર પડી કે મારી પિટ્યૂરી ગ્લેન્ડ પાસે એક બ્રેન ટ્યૂમર છે. તે મગજમાં વટાણા આકારનો હિસ્સો હોય છે, જે મારી તરસની ભાવનાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

એ જ આપણને બતાવે છે કે શરીરમાં પાણી ખાતમ થઈ રહ્યું છે અને આપણે પાણી પીવાનું છે, પરંતુ મારા શરીરમાં બ્રેન ટ્યુમરના કારણે તેની સિસ્ટમમાં ગરબડ થઈ ગઈ અને તે રોજ પાંચ ગણું પાણી પીવાનો મેસેજ આપી રહ્યું હતું. આ જ કારણથી તરસ વધારે લાગી રહી હતી. જોનાથને જણાવ્યું કે, જેવા જ ડૉક્ટરોએ ટ્યુમરની વાત બતાવી, હું આઘાતમાં સરી પડ્યો. હું અંદરથી તૂટી ચૂક્યો હતો. ખેર સારવાર શરૂ થઈ અને 30 વખત રેડિયોથેરાપી કરવામાં આવી. લાંબી સારવાર ચાલી અને આજે હું ટ્યુમરથી મુક્ત છું. પહેલા હું ભાગી શકતો નહોતો, પરંતુ વ્યાયામ શરૂ કર્યું તો વજન કંટ્રોલ થયું, પરંતુ તેણે મારી જિંદગી બદલીને રાખી દીધી.

જોનાથને કહ્યું, વધુ તરસ લાગવી અને પેશાબ આવવો સામાન્ય રીતે સુગરના લક્ષણ છે. એક એવી સ્થિતિ જેના કારણે વ્યક્તિનું લોહી સુગરનું સ્તર ખૂબ વધારે થઈ જાય છે. પરંતુ જર્મ સેલ ટ્યૂમર શરીરની જર્મ કોશિકાઓમાં વિકસિત હોય છે, જે સામાન્ય રીતે અંડાશય કે અંડકોષમાં સ્થિત હોય છે. જો કે, રોગાણું કોશિકાઓ ક્યારેક ક્યારેક શરીરના અન્ય ભાગો, જેવા મસ્તિષ્કમાં પણ જોવા મળે છે. તે સામાન્ય રીતે જન્મ અગાઉ જ જ્યારે શરીર ગર્ભમાં વિકસિત હોય છે. રોગાણું કોશિકાઓ ભૂલથી પાછળ છૂટી જવાનું પરિણામ હોય છે.

About The Author

Related Posts

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.