કંગાળ પાકિસ્તાનના 97613 કરોડના ઝોલ પર રોષે ભરાયું IMF, કહ્યું- ‘પાઇ-પાઇનો હિસાબ આપો’

કંગાળ થઈ ચૂકેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઇ રહ્યા નથી. એક સમયે લોન માટે દુનિયાભરમાં કટોરો લઈને ફરતું પાકિસ્તાન, હવે એજ સંસ્થાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે તેના ડૂબતા જહાજને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલો 11 અબજ ડોલર એટલે કે લગભગ 97613 કરોડ રૂપિયાના વ્યાપારિક આંકડાની હેરફેરી સાથે જોડાયેલો છે. જ્યારે IMFએ પાકિસ્તાનના સત્તાવાર ડેટાની તુલના કરી ત્યારે જમીન જ સરકી ગઈ. હવે, IMFએ પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું છે કે આ ભારે વિસંગતતાનું કારણ જાહેરમાં બતાવો અને દરેક પાઇ-પાઇનો હિસાબ આપો. આ ઘટનાએ ન માત્ર પાકિસ્તાનની વૈશ્વિક પ્રતિષ્ઠાને કલંકિત કરી છે, પરંતુ તેના આર્થિક આંકડાની વિશ્વસનીયતા પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિવિધ સરકારી વિભાગો દ્વારા જાહેર કરાયેલા વ્યાપારિક આંકડામાં નોંધપાત્ર વિસંગતતાઓ મળી આવી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના એક અહેવાલ મુજબ, છેલ્લા બે નાણાકીય વર્ષોથી આયાત ડેટામાં 11 અબજ ડોલરની મોટી વિસંગતતા જોવા મળી છે. IMFની આ કડકાઈએ પાકિસ્તાનના આર્થિક સૂચકાંકોની ચોકસાઈ, ખાસ કરીને દેશના કરન્ટ એકાઉન્ટ સરપ્લસની ગણતરી પર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. આ એજ આંકડા છે જેના આધારે IMF જેવી સંસ્થાઓ દેશના આર્થિક સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરે છે અને નાણાકીય સહાય અંગે નિર્ણય લે છે. એટલે આંકડામાં આટલી મોટી હેરાફેરી ગંભીર નાણાકીય છેતરપિંડી તરફ ઈશારો કરે છે.

IMF1
dailysabah.com

અહેવાલ મુજબ, પાકિસ્તાન રેવન્યુ ઓટોમેશન લિમિટેડ (PRAL) દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે જાહેર કરાયેલ આયાત ડેટા પાકિસ્તાન સિંગલ વિન્ડો (PSW) ડેટા કરતા 5.1 અબજ ડોલર ઓછો હતો. તેનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે પાછલા નાણાકીય વર્ષમાં તફાવત 5.7 અબજ ડોલરનો હતો. ટેક્નિકલી PSWના ડેટાને વધુ વિશ્વસનીય અને વ્યાપક માનવામાં આવે છે, અને સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) દ્વારા પણ તેનો ઉપયોગ થાય છે. જ્યારે IMFએ તેની સમીક્ષા બેઠક અગાઉ પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (PBS) અને આયોજન મંત્રાલયને આ આંકડાઓ બાબતે પૂછપરછ કરી, ત્યારે પાકિસ્તાની અધિકારીઓનો પરસેવો છૂટી ગયો. IMFએ સ્પષ્ટપણે કહ્યું કે સરકારે આ ડેટા વિસંગતતા અને તેની સુધારાત્મક પ્રક્રિયાઓ અંગે સ્પષ્ટ નીતિ અપનાવવી જોઈએ જેથી સરકાર અને ડેટાનો ઉપયોગ કરનારાઓ વચ્ચે અવિશ્વાસની ખીણ ન રહે.

IMFની કડકાઇ બાદ પાકિસ્તાની અધિકારીઓએ આખરે સ્વીકાર્યું કે જીનિવા સ્થિત ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર (ITC)ને તેમણે સબમિટ કરેલો ડેટા અધૂરો હતો અને તેમાં કેટલાક આયાત ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પોતાની ભૂલ છુપાવવા માટે બહાનું બનાવ્યું કે આ મુખ્ય વ્યાપાર ડેટા સ્ત્રોતના PRAL થી PSWમાં ટ્રાન્ઝિશનને કારણે થયું હતું. વાસ્તવમાં, PRAL માત્ર સાત પ્રકારના માલની ઘોષણાઓને આવરી લે છે, જ્યારે નવી PSW સિસ્ટમ 15 પ્રકારની ઘોષણાઓ પર પ્રક્રિયા કરે છે, જે ખૂબ વ્યાપક છે.

shah
odishabytes.com

તપાસમાં જાણવા મળ્યું કે સૌથી મહત્ત્વપૂર્ણ વિસંગતતા કાપડ ક્ષેત્રમાં હતી, જ્યાં સત્તાવાર ડેટામાંથી લગભગ 3 અબજ ડોલરની આયાતને બાકાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત ધાતુ જૂથમાંથી આયાત લગભગ 1 અબજ ડોલર જેટલી ઓછી નોંધાઈ હતી. હવે સૌથી મોટી સમસ્યા એ છે કે IMF દ્વારા પારદર્શિતાની માગણીઓ છતા પાકિસ્તાની અધિકારીઓ આ સુધારેલા આંકડા જાહેર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. તેમને ડર છે કે જો સાચા આંકડા જાહેર થશે, તો દેશનો આર્થિક વિકાસ દર અને નિકાસ ગણતરીની પોલ ખૂલી જશે અને અર્થતંત્રનું ખૂબ જ ખરાબ તસવીર વિશ્વ સામે આવશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.