107 દિવસના આ યુદ્ધમાં ઈરાને ઘણું ગુમાવ્યું, પણ US સાથેના શાંતિ કરારમાં આ 7 ફાયદા પણ થયા

યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેના 107 દિવસના ભયંકર યુદ્ધનો અંત આખરે ઐતિહાસિક શાંતિ કરાર સાથે થયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં ઈરાને લશ્કરી, આર્થિક અને વ્યૂહાત્મક મોરચે ઘણી મોટી કિંમત ચૂકવી હતી. તેમના ઘણા મોટા લશ્કરી થાણામાં ખુબ નુકસાન થયું હતું, ટોચના નેતૃત્વ કરતા નેતાઓ ઘાયલ થયા હતા અને દેશની અર્થવ્યવસ્થા પર ખુબ દબાણ વધી ગયું હતું. આમ છતાં, ઈરાને અમેરિકા સાથેના નવા કરારથી 7 મુખ્ય ફાયદા મેળવ્યા છે, જેને તે એક મોટી રાજદ્વારી જીત તરીકે જુએ છે.

US-Iran-Peace Deal
naidunia.com

ઈરાનને આ સંઘર્ષના શરૂઆતના દિવસોમાં સૌથી મોટો વ્યૂહાત્મક આંચકો લાગ્યો હતો. અમેરિકન અને ઇઝરાયલી હુમલાઓમાં તેના સર્વોચ્ચ નેતા, ખામેની અને ઘણા ટોચના લશ્કરી કમાન્ડરોના જીવ ગયા હતા, તેમજ દેશની ઘણી મુખ્ય પરમાણુ કેન્દ્રોને ઘણું મોટું નુકસાન થયું હતું. જોકે, યુનાઈટેડ સ્ટેટ્સને પણ અબજો ડૉલરના શસ્ત્રોનો નાશ અને ભારે આર્થિક મંદીનો સામનો કરવો પડ્યો હતો. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને નાકાબંધી કરી હતી, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને વૈશ્વિક બજારમાં મોંઘવારીના દબાણમાં ખુબ મોટો વધારો થયો હતો.

આટલી મોટી વિનાશ અને તેના ટોચના નેતાઓને ગુમાવવા છતાં, ઈરાન રાજદ્વારી વાટાઘાટો દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી 7 મોટી છૂટ મેળવવામાં સફળ રહ્યું.

US-Iran-Peace Deal
navbharattimes.indiatimes.com

મુખ્ય વાટાઘાટો શરૂ થાય તે પહેલાં, યુનાઇટેડ સ્ટેટ્સ તાત્કાલિક ઇરાનના જપ્ત કરેલા 24 અરબ ડૉલરના સ્થિર ભંડોળમાંથી અડધો ભાગ તાત્કાલિક મુક્ત કરશે.

US નેવી આગામી 30 દિવસમાં ઇરાનના દરિયાઈ માર્ગો પરની નાકાબંધી સંપૂર્ણપણે હટાવી લેશે.

ઇરાની તેલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ પરના તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ટૂંક સમયમાં સ્થગિત કરવામાં આવશે.

યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથીઓ ઇરાનના પુનર્નિર્માણ માટે ઓછામાં ઓછા 300 અરબ ડૉલરનું ભંડોળ પૂરું પાડશે.

US-Iran-Peace Deal
ndtv.in

વૈશ્વિક વેપાર માટે મહત્વપૂર્ણ હોર્મુઝ સ્ટ્રેટ, ફક્ત ઇરાની સુરક્ષા નિયંત્રણ હેઠળ જ ફરી ખુલશે.

યુનાઇટેડ સ્ટેટ્સે લેખિત પ્રતિબદ્ધતા આપી છે કે, તે આ ક્ષેત્રમાં તેની લશ્કરી હાજરીને વધુ વિસ્તૃત કરશે નહીં, ન તો તે ઇરાન પર કોઈ નવા પ્રતિબંધો લાદશે.

US સરકારે સંપૂર્ણ ગેરંટી આપી છે કે, તે ભવિષ્યમાં ઇરાનના આંતરિક અને રાજકીય બાબતોમાં કોઈપણ રીતે દખલ કરશે નહીં.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.