- World
- પાકિસ્તાને ફરી એકવાર પોતાની મજાક ઉડાવી, રક્ષા મંત્રીએ નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરી દીધુ...
પાકિસ્તાને ફરી એકવાર પોતાની મજાક ઉડાવી, રક્ષા મંત્રીએ નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરી દીધું
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું કારણ પણ અજીબોગરીબ હોય છે. ક્યારેક આતંકવાદને કારણે તો ક્યારેક ત્યાંના ભૂખમરાને કારણે, આ દેશ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. પરંતુ આ વખતે પાકિસ્તાને પોતાની જ મજાક ઉડાવી છે.
હકીકતમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં નકલી ‘પિત્ઝા હટ’ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ પિત્ઝા હટે સ્પષ્ટતા જાહેર કરતા જ સોશિયલ મીડિયા પર યુઝર્સ પાકિસ્તાનને લઈને ખૂબ મજાક ઉડાવવા લાગ્યા.
https://twitter.com/hoehuke/status/2013592548598817029?s=20
આખો મામલો શું છે?
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ પોતાના નસીબને કોસતા હશે કે, એ કયો સમય હતો, જ્યારે તેઓ ‘પિત્ઝા હટ’ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરવા સહમત થઈ ગયા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ ‘પિત્ઝા હટ’ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરવા માટે સિયાલકોટ પહોંચ્યા હતા. તેમણે રિબન પણ કાપી અને ઘટનાની તસવીરો સામે આવી.
બાદમાં આ ઉદઘાટનને લઈને એ સમયે વિવાદ ઉભો થયો, જ્યારે ‘પિત્ઝા હટ’એ સ્પષ્ટતા જાહેર કરી કે, ‘સિયાલકોટ કેન્ટોનમેન્ટ રેસ્ટોરન્ટને ‘પિત્ઝા હટ’ નામ અથવા બ્રાન્ડિંગ હેઠળ કામ કરવાની કોઈ મંજૂરી નથી. ‘પિત્ઝા હટ પાકિસ્તાન’, પોતાના સન્માનિત ગ્રાહકોને સૂચિત કરે છે કે તાજેતરમાં સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં એક અનધિકૃત આઉટલેટ ખુલ્યું છે, જે પિત્ઝા હટ નામ અને બ્રાન્ડિંગનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યું છે.
કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી કે ‘પિત્ઝા હટ પાકિસ્તાન’ હાલમાં દેશભરમાં 16 સત્તાવાર આઉટલેટ ચલાવે છે, જેમાં 14 લાહોરમાં અને 2 ઇસ્લામાબાદમાં છે, અને ગ્રાહકોને તેની સત્તાવાર વેબસાઇટ દ્વારા સ્ટોરનું લોકેશન વેરિફાઇ કરવાનો આગ્રહ કર્યો છે.
એટલે કે એ સ્પષ્ટ થઇ ગયું કે, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં જે ‘પિત્ઝા હટ’ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કર્યું, તે નકલી હતી. આ ઘટના સામે આવ્યા બાદ, ખ્વાજા આસિફને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

