સળગી રહેલા બાંગ્લાદેશમાં આ 7 શક્તિપીઠો છે... જસોરેશ્વરી, ભવાની અને જયંતિ... જાણી લો તેમનો ઇતિહાસ

ઉગ્રવાદની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં, એક તરફ લોકશાહી લોહીથી લથબથ છે, અને બીજી બાજુ સંસ્કૃતિ અને પરંપરાઓ પણ વિકૃત અને ખંડેર હાલતમાં પડ્યા છે. છેલ્લા એક વર્ષથી જે રીતે બાંગ્લાદેશમાં સતત અસ્થિરતા બની રહેલી છે અને જનજીવન સામાન્ય હાલતમાં પાછું ફરશે તેવી આશા હાલ પૂરતી દેખાતી નથી, આવી સ્થિતિમાં, એક સમયે ભારતનો ભાગ રહેલી અને બંગાળી સંસ્કૃતિનો અભિન્ન ભાગ ગણાતા આ દેશમાં સનાતન ધર્મના ટકી રહેવા માટે બહુ ઓછી આશા લાગે છે.

બાંગ્લાદેશ, જે એક સમયે બંગાળનો ભાગ હતો, તે સનાતન શક્તિપીઠ પરંપરાથી પ્રભાવિત હતો. પરિણામે, દેવી સતીના પડેલા શરીરના અંગોને કારણે અહીં અનેક સિદ્ધ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી હતી, અને તે ઘણા લાંબા સમયથી પૂજનીય રહ્યા છે. આ શક્તિપીઠોમાં, જયંતિ, સુગંધા અને અપર્ણા શક્તિપીઠો મુખ્ય છે. આ ઉપરાંત, અન્ય ચાર શક્તિપીઠો પણ છે, જે તંત્ર પરંપરા અને સિદ્ધિઓ માટે તપનું સ્થાન માનવામાં આવે છે. સપ્તશતી ઉપરાંત, તંત્ર ચૂડામણિ જેવા ગ્રંથોમાં પણ આનો ઉલ્લેખ છે.

Jashareshwari-Bangladesh
bhaktvatsal.com

ભારતના ભાગલા સાથે પાકિસ્તાનનો ભાગ બન્યા પછી અને ત્યારપછી બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થયા પછી પણ ભલે આ પડોશી દેશ તેની મુસ્લિમ ઓળખ માટે જાણીતો રહ્યો છે, તેમ છતાં શાક્ત પરંપરાના નિશાન અહીં રહ્યા છે, જેનું રક્ષણ થતું રહ્યું. જોકે કેટલાક છૂટાછવાયા વિરોધ પ્રદર્શનો પણ થયા હતા જેનાથી તેમના અસ્તિત્વને જોખમ થયું હતું, પરંતુ પરિસ્થિતિ પાકિસ્તાનમાં લઘુમતીઓની જેમ ભયાનક નહોતી.

...પરંતુ હવે, જેમ જેમ બાંગ્લાદેશમાં ખુલ્લેઆમ બંગાળી સંસ્કૃતિ, ઓળખ, સંગીત, કલા અને પરંપરાનો નાશ થવાનું ચાલુ છે, તેમ તેમ આ સિદ્ધ શક્તિપીઠો પણ જોખમમાં મુકાયેલા છે. આ શક્તિપીઠો દુર્ગા સપ્તશતીમાં ઉલ્લેખિત દેવીના 108 નામો હેઠળ સ્થાપિત છે. અહીં, સુગંધા શક્તિપીઠ, જસોરેશ્વરી શક્તિપીઠ, ભવાની શક્તિપીઠ, જયંતિ શક્તિપીઠ, મહાલક્ષ્મી શક્તિપીઠ, અપર્ણા શક્તિપીઠ અને શ્રાવણી શક્તિપીઠ છે. તો ચાલો કઈ શક્તિપીઠની શું માન્યતા છે તેના પર એક એક કરીને નજર કરતા જઈએ...

જેસોરેશ્વરી શક્તિપીઠ, જેને જ્યેષ્ટોરેશ્વરી અથવા જ્યેષ્ઠ કાલી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બાંગ્લાદેશમાં દેવી કાલીને સમર્પિત એક પ્રાચીન હિન્દુ મંદિર છે. સતખીરાના શ્યામનગર ઉપજિલ્લાના એક ગામ ઈશ્વરપુરમાં સ્થિત, 51 શક્તિપીઠોમાંનું એક છે, જ્યાં એવું માનવામાં આવે છે કે દેવી સતીની હથેળીઓ પડી હતી. 'જેસોરેશ્વરી' નામનો અર્થ 'જેસોરની દેવી' થાય છે. PM નરેન્દ્ર મોદીએ 2021માં મંદિરની મુલાકાત લીધી હતી અને મૂર્તિને સોનાનો મુગટ અર્પણ કર્યો હતો, પરંતુ 2024માં બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી હિંસા દરમિયાન તે ચોરાઈ ગયો હતો.

એક દંતકથા અનુસાર કહેવામાં આવે છે કે, મહારાજા પ્રતાપાદિત્યએ અહીં શાસન કર્યું હતું. એક દિવસ, લશ્કરી અભિયાન દરમિયાન, તેમના સેનાપતિએ ઝાડીઓમાંથી નીકળતો એક તેજસ્વી પ્રકાશ જોયો. પ્રકાશના સ્ત્રોતની શોધમાં, તેમને ગાઢ ઝાડીઓ વચ્ચે માનવ હથેળીના આકારમાં કોતરવામાં આવેલ પથ્થરનો ટુકડો મળ્યો. ત્યાર પછી, રાજા પ્રતાપાદિત્યે આ જ સ્થળે કાલી પૂજા શરૂ કરી અને પીઠની સ્થાપના કરી. આધુનિક મંદિર 400 વર્ષથી વધુ જૂનું હોવાનું કહેવાય છે, જોકે તેનું 2021માં નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

Sugandha-Shakti-Peeth1
tv9hindi.com

સુગંધા શક્તિપીઠ બાંગ્લાદેશના શિકારપુરમાં એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે, જે દેવી સુનંદા અથવા ઉગ્રતારાને સમર્પિત છે. આ શક્તિપીઠ સુનંદા નદીના કિનારે આવેલું છે. એવું માનવામાં આવે છે કે, સતીનું નાક અહીં પડ્યું હતું. આ મંદિર 51 શક્તિપીઠોમાંનું એક છે અને હિન્દુ ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે. અહીંનો રક્ષક ભૈરવ ત્ર્યંબક છે. 1971 પહેલા અને પછી અહીંથી મૂર્તિઓ લૂંટી લેવામાં આવી હતી અને પછી ફરીથી સ્થાપિત કરવામાં આવી હતી. પદ્મ પુલના નિર્માણથી આવવાનું સરળ બન્યું હતું, પરંતુ અતિક્રમણ એક મોટી સમસ્યા રહી છે, જેના કારણે સ્થાનિક સંઘર્ષો સતત સમાચારમાં રહ્યા છે.

Chattal-Shaktipeeth
bhaktvatsal.com

ચટ્ટલ મા ભવાની શક્તિપીઠ બાંગ્લાદેશના ચટગાંવ (ચિત્તાગોંગ) જિલ્લામાં સ્થિત છે. શક્તિપીઠ સીતાકુંડ સ્ટેશનની નજીક ચંદ્રનાથ ટેકરીના શિખર પર સ્થિત છે. દંતકથા અનુસાર, દેવી સતીની ચિન(હોઠની નીચેનો ભાગ)નો એક ભાગ અહીં પડ્યો હતો. અહીં દેવી સતીને 'ભવાની' તરીકે પૂજવામાં આવે છે, અને તેમના ભૈરવ 'ચંદ્રશેખર' છે. ચટ્ટલ શક્તિપીઠને ભવાની શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૈરવ મંદિર ચંદ્રનાથ ટેકરીની ટોચ પર આવેલું છે.

Jayanti-Shaktipeeth2
mercurytouroperator.com

જયંતિ શક્તિપીઠ (કનાઈઘાટ, સિલ્હટ)એ જગ્યા છે, જ્યાં દેવી સતીની ડાબી જાંઘ પડી હતી. બીજું સ્થાન ભારતના મેઘાલય રાજ્યમાં આવેલ નર્તિયાંગ દુર્ગા મંદિર છે. બાંગ્લાદેશના સિલ્હટ જિલ્લામાં, આ મંદિર કનાઈઘાટના બૌરબાગ ગામમાં આવેલું છે. પવિત્ર જયંતિ શક્તિપીઠ બાંગ્લાદેશના સિલ્હટના વિભાગીય મુખ્યાલયથી લગભગ 55 કિલોમીટર દૂર કનાઈઘાટ ઉપજિલ્લામાં સ્થિત શાંતિપૂર્ણ બાઉરબાગ ગામમાં સ્થિત છે. આ મૂળ શ્રીહટ્ટા તરીકે ઓળખાતું, લગભગ 5.90 એકર જમીનમાં ફેલાયેલું, બૌરબાગ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે.

Jessoreshwari-Shaktipeeth7
mercurytouroperator.com

મહાલક્ષ્મી શક્તિપીઠ બાંગ્લાદેશના સિલ્હટ જિલ્લામાં ગોટાટીકર નજીક દક્ષિણ સુરમાના જોઈનપુર ગામમાં સ્થિત છે. શ્રીશૈલમ મહાલક્ષ્મી શક્તિપીઠ તરીકે પણ ઓળખાય છે, જ્યાં દેવી મહાલક્ષ્મીને સંપત્તિ અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. દેવી મહાલક્ષ્મીની પૂજાની સાથે, ભૈરવ સંભારાનંદની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, 'શક્તિપીઠ સ્તોત્ર'માં ઉલ્લેખ કર્યા મુજબ દેવીની ગળાનો એક ભાગ અહીં પડ્યો હતો. પાટરા સમુદાય આજે પણ આ સ્થળને બચાવવા માટે ઝઝૂમે છે.

Bhabanipur_Shakti-Peeth2
hi.sacredsites.com

બાંગ્લાદેશમાં કુમારી કુંડ શક્તિપીઠ ચિત્તાગોંગ જિલ્લામાં કુમીરા રેલ્વે સ્ટેશન પાસે સ્થિત છે. એવું માનવામાં આવે છે કે, દેવી સતીનો કરોડરજ્જુ અહીં પડ્યો હતો. આ સ્થળને ગુપ્ત શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. અહીં દેવીની પૂજા સર્વાણી, શ્રાવણી અથવા સત્યા દેવી તરીકે કરવામાં આવે છે, અને અહીંના ભૈરવને 'નિમિષવૈભવ' માનવામાં આવે છે. શ્રી સર્વાણી કરુણાકુમારી મંદિર તંદ્ર ચૂડામણી સાથે પણ સંકળાયેલું છે. સંસ્કૃતમાં, 'કુમારી'નો અર્થ અપરિણીત છોકરી થાય છે, જે સમય જતાં 'કુમીરા'માં પરિવર્તિત થઇ ગયો છે.

Aparna-Shakti-Peeth6
mercurytouroperator.com

બાંગ્લાદેશના શેરપુર જિલ્લાના ભવાનીપુર ગામમાં કરોતોયા નદીના કિનારે અપર્ણ શક્તિપીઠ સ્થિત છે. અહીં દેવી અપર્ણા (જેને દેવી ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે)ની પૂજા કરવામાં આવે છે, અને તેમનો ભૈરવ વામન છે. શેરપુર શહેરથી આશરે 28 કિલોમીટર દૂર સ્થિત, આ મંદિર તેના કુદરતી વાતાવરણ માટે પણ જાણીતું છે. અહીં દેવીને ત્રિશ્રોતા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ સ્થળ કરતોયા, યમુનેશ્વરી અને બૂઢી તીસ્તા એમ ત્રણ નદીઓના સંગમ પર આવેલું છે. કેટલીક માન્યતાઓ અનુસાર, આ તે સ્થાન છે જ્યાં દેવી સતીનો ડાબો પગ અથવા પગનું આભૂષણ પડ્યું હતું.

કેટલાક માને છે કે દેવી સતીનો પગનો ઘૂંટણ અહીં પડ્યો હતો. આ મંદિર પાલ કાળનું માનવામાં આવે છે અને કૂચ બિહારના રાજા પ્રણ નારાયણ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. અહીં મહાલય અને અક્ષય તૃતીયા જેવા તહેવારો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહાલય પર મોટી સંખ્યામાં ભક્તો તેમના પૂર્વજોનું તર્પણ કરવા માટે મંદિરની મુલાકાત લે છે. 2022ના મહાલય દરમિયાન, એક બોટ અકસ્માતમાં 71 લોકોના મોત થયા હતા.

Mahalaxmi-Shaktipeeth3
mercurytouroperator.com

ઇતિહાસ 1661 ADનો છે, રાજા પ્રણ નારાયણે મુઘલો સામે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધ હાર્યા પછી, તેમણે આ શક્તિપીઠ પર દેવીને પ્રાર્થના કરી અને ગેરિલા યુદ્ધ દ્વારા ત્રણ વર્ષમાં તેમનું રાજ્ય પાછું મેળવ્યું. વિજય પછી, તેમણે મંદિરનું નવીનીકરણ કર્યું. 1671માં સરાઈઘાટના યુદ્ધમાં લચીદ બોરફૂકન પર વિજય મેળવવામાં તેમના અનુગામીઓ અને અહોમ શાસકોએ પણ યોગદાન આપ્યું હતું અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અપર્ણા શક્તિપીઠનો ઇતિહાસ રાણી ભવાની સાથે પણ જોડાયેલો છે. 1716માં જન્મેલી રાણી ભવાનીએ તેમના પતિના મૃત્યુ પછી નાટોર જમીનદારીની કમાન સંભાળી હતી. આ જમીનદારી બંગાળના મોટા ભાગ પર ફેલાયેલી હતી. નવાબ સિરાજ-ઉદ-દૌલાના વધતા પ્રભાવ વચ્ચે, રાણી ભવાનીએ પોતાના રાજ્યનું રક્ષણ કર્યું. તેમણે નવાબની સેનાને હરાવી અને તેમની પુત્રી તારાને નવાબના હેરમમાં લઈ જતી બચાવી હતી.

Srabani-Shaktipeeth5
mercurytouroperator.com

1770ના બંગાળના ભયંકર દુષ્કાળ દરમિયાન, રાણી ભવાનીએ પોતાના ખર્ચે ચિકિત્સકોની નિમણૂક કરી અને ગરીબોને મદદ કરી. તેમણે સન્યાસી બળવા દરમિયાન હિન્દુ સનાતની સાધુઓને નાણાકીય સહાય પૂરી પાડી હતી, જેને અંગ્રેજો 'બળવો' કહેતા હતા, પરંતુ હકીકતમાં તે વિદેશી શાસન સામે સ્વતંત્રતાનો સંઘર્ષ હતો. રાણી ભવાનીએ વિધવા પુનર્વિવાહ, શિક્ષણ અને સામાજિક સુધારાઓને પણ ટેકો આપ્યો હતો. હાવડાથી વારાણસી સુધીના રસ્તાના નિર્માણમાં, વારાણસીમાં દુર્ગા કુંડ મંદિરમાં અને તારાપીઠ જેવા સ્થળોએ તેમના યોગદાનને હજુ પણ યાદ કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.