ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા માટે રચાયેલા બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. 'પીસ ઓફ બોર્ડ' ઇઝરાયલ અને હમાસ વચ્ચે અમેરિકાની મધ્યસ્થીમાં થયેલા યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આ બોર્ડ ગાઝામાં પુનર્નિર્માણ, શાસન વ્યવસ્થા, રોકાણ અને મૂડી એકત્રીકરણની દેખરેખ કરશે.

modi-trump
facebook.com/PMOIndia

શું છે બોર્ડ ઓફ પીસ?

રોઇટર્સના અહેવાલ મુજબ, બોર્ડની અધ્યક્ષતા પોતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. શરૂઆતમાં આ સંગઠન ગાઝા સંઘર્ષ પર ધ્યાન કેન્દ્રિત કરશે, પરંતુ પછીથી અન્ય વૈશ્વિક સંઘર્ષોને નીપટવા માટે પણ વિસ્તારિત કરવામાં આવશે. આ માહિતી અમેરિકન પત્ર અને ડ્રાફ્ટ ચાર્ટરના સંદર્ભે આપવામાં આવી છે. જો ભારત આ આમંત્રણ સ્વીકારે છે, તો તે અન્ય સભ્ય દેશોની જેમ 3 વર્ષના કાર્યકાળ માટે બોર્ડનો હિસ્સો બનશે.

અહેવાલો અનુસાર, જો કોઈ દેશ 3 વર્ષ બાદ પણ બોર્ડમાં સભ્યપદ ચાલુ રાખવા માંગે છે, તો તેણે 1 અબજ ડૉલર (લગભગ 8,300 કરોડ રૂપિયા)નું યોગદાન આપવું પડશે. તેના બદલામાં દેશને બોર્ડમાં કાયમી સભ્યપદ મળશે. આ રકમનો ઉપયોગ બોર્ડની ગતિવિધિઓ અને સંચાલન માટે કરવામાં આવશે. હાલમાં, શરૂઆતના 3 વર્ષના સભ્યપદ માટે કોઈ નાણાકીય યોગદાનની જરૂરિયાત નહીં રહે.

ગાઝામાં આગળ શું થશે?

APના અહેવાલ મુજબ, બોર્ડના સભ્ય દેશો ટ્રમ્પના યુદ્ધવિરામ પ્રસ્તાવના બીજા તબક્કા હેઠળ ગાઝામાં આગામી પગલાંઓનું નિરીક્ષણ કરશે. આ તબક્કામાં સામેલ છ:

ગાઝામાં નવી પેલેસ્ટિનિયન સમિતિની રચના

આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળની તૈનાતી

હમાસનું નિઃશસ્ત્રીકરણ

ગાઝાનું પુનર્નિર્માણ અને પુનર્વસન,

ફાઉન્ડિંગ મેમ્બર્સ સભ્યો હશે સામેલ થયેલા દેશ.

ટ્રમ્પના વિશ્વ નેતાઓને લખેલા પત્રમાં જણાવાયું છે કે બોર્ડમાં સમાવિષ્ટ દેશો તેના સંસ્થાપક સભ્યો હશે અને તેઓ વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે એક સાહસિક અને નવા દૃષ્ટિકોણની શરૂઆત કરશે.

ajay banga
nationalheraldindia.com

ભારતીય મૂળના અજય બંગા, જે હાલમાં વર્લ્ડ બેન્કના અધ્યક્ષ છે, તેમને પણ બોર્ડ ઓફ પીસમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા 20- સૂત્રીય રોડમેપના કેન્દ્રમાં રહેલા ટેક્નોક્રેટ્સમાં સામેલ હશે.

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્ર શેર કર્યો. તેમણે લખ્યું કે, ‘શાંતિ બોર્ડમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ (POTUS) તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ રજૂ કરતા હું સન્માનિત અનુભાવી રહ્યો છું. આ બોર્ડ ગાઝામાં કાયમી શાંતિ લાવવાની દિશામાં કામ કરશે અને સ્થિર તેમજ સમૃદ્ધિ માટે અસરકારક શાસન વ્યવસ્થાને સમર્થન કરશે.

About The Author

Related Posts

Top News

ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એવો આરોપ છે કે ખાલી ઘરમાં મંજૂરી વિના નમાઝ વાંચવામાં...
National 
ખાલી ઘરમાં વાંચવામાં આવી રહી હતી સામૂહિક નમાઝ, 12 લોકોની અટકાયત

શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

પ્રયાગરાજ માઘ મેળામાં મૌની અમાસના મુખ્ય સ્નાન પર્વ દરમિયાન સંગમ તટ પર થયેલા હંગામા બાદ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ વહીવટીતંત્ર...
National 
શું મા ગંગાને મળવા તેના દીકરાને મંજૂરી લેવી પડશે?: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો આક્રોશ

ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ગાઝા માટે રચાયેલા ‘બોર્ડ ઓફ પીસ'નો હિસ્સો બનવા આમંત્રણ આપ્યું છે. '...
World 
ટ્રમ્પનું ગાઝા માટે ‘બોર્ડ ઓફ પીસ’ શું છે? ભારતને આમંત્રણ, આપવા પડશે 1 અબજ ડોલર, જાણો મહત્ત્વ

પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

શુક્રવારે BMCની ચૂંટણીમાં ભાજપે 89 અને શિંદે શિવસેનાએ 29 બેઠકો મેળવી મતલબ કે ગઢબંધનને કુલ 118 બેઠકો મળી.BMC...
Politics 
પોતાનું ગઠબંધન જીત્યું છતા શિંદેને કોનો ડર છે? કોર્પોરેટરોને કેમ હોટેલમાં પૂરી દીધા છે?

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.