જ્યારે વધુ પિત્ઝા વેચાય છે, ત્યારે બે દેશો વચ્ચે યુદ્ધ થાય છે! જાણો એવું કેમ કહેવામાં આવે છે

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે, ત્યારે એક જૂનો અને વિચિત્ર 'પિત્ઝા ઇન્ડેક્સ' ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ કોઈ નવા ફૂડ ટ્રેન્ડ વિશે નથી, પરંતુ એક થિયરી વિશે છે, જે દાવો કરે છે કે જ્યારે પેન્ટાગોન નજીક પિત્ઝાના ઓર્ડર અચાનક વધી જાય છે, ત્યારે કોઈ મોટી લશ્કરી કાર્યવાહી થવા જઈ રહી છે.

આ થિયરી એક અનામી X એકાઉન્ટ દ્વારા ફેલાવવામાં આવી છે, જે મુજબ US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની નજીક સ્થિત ત્રણ રેસ્ટોરાંમાં પિત્ઝાના ઓર્ડરમાં અચાનક વધારો થઇ ગયો હતો, બરાબર તે જ સમયે જ્યારે ઇઝરાયલે ઈરાન પર તેનો તાજેતરનો હવાઈ હુમલો શરુ કર્યો હતો.

Pizza Pentagon
hindi.news18.com

એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, પેન્ટાગોન નજીકના તમામ પિત્ઝા આઉટલેટ્સમાં અચાનક જબરદસ્ત આવન જાવન વધી ગયેલી જોવા મળી છે. બીજી પોસ્ટ મુજબ, ડિસ્ટ્રિક્ટ પિત્ઝા પેલેસ, જે બંધ થવાની હાલતમાં હતું, તેમાં પણ અચાનક ભારે ભીડ જોવા મળી. વ્હાઇટ હાઉસની નજીકના ડોમિનોઝમાં પણ સામાન્ય કરતાં વધુ માણસોની ભીડ જોવા મળી હતી.

પિત્ઝા ઇન્ડેક્સના સમર્થકો દાવો કરે છે કે, તેની પાછળ ઐતિહાસિક ઉદાહરણો છે. 1990માં જ્યારે સદ્દામ હુસૈને કુવૈત પર હુમલો કર્યો, ત્યારે વોશિંગ્ટન DCમાં પિત્ઝાના ઓર્ડરમાં અચાનક વધારો થયો. 1991માં ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ પહેલા ડોમિનોના માલિક ફ્રેન્ક મીક્સે પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ નોંધ્યો હતો.

Pizza Pentagon
yahoo.com

આ સિદ્ધાંત પાછળનો તર્ક ખૂબ જ સરળ છે, જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય છે, ત્યારે પેન્ટાગોનના અધિકારીઓ તેમની ઓફિસ છોડતા નથી. વોર રૂમ સક્રિય બને છે, કોલ સતત ચાલુ રહે છે, અને આવી સ્થિતિમાં ફાસ્ટ ફૂડ, ખાસ કરીને પિત્ઝા, સૌથી ઝડપી અને સૌથી અનુકૂળ વિકલ્પ બની જાય છે.

ઇઝરાયલી હુમલા પહેલા પિત્ઝાના ઓર્ડરમાં વધારો સૂચવે છે કે, કદાચ અમેરિકાને તેના વિશે અગાઉથી માહિતી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઇઝરાયલે અમેરિકાને આ હુમલા વિશે અગાઉથી જાણ કરી હતી. જોકે, રિપબ્લિકન સેનેટર માર્કો રુબિયોએ કહ્યું હતું કે, અમે ઈરાન સામેના હુમલામાં સામેલ નથી, અને અમારી પ્રાથમિકતા આ પ્રદેશમાં અમેરિકન દળોની સુરક્ષા છે.

Pizza Pentagon
timesnowhindi.com

આ સિદ્ધાંત નવો નથી. શીત યુદ્ધ દરમિયાન પણ સોવિયેત જાસૂસો પિત્ઝાના ઓર્ડર પર નજર રાખતા હતા. તેઓએ તેને 'પિઝિન્ટ' (પિત્ઝા ઇન્ટેલિજન્સ) નામ આપ્યું. 1989માં પનામા પર હુમલો થયો તે પહેલાં પિત્ઝાની ડિલિવરી બમણી થઈ ગઈ હતી. 1990માં, ઈરાકે કુવૈત પર હુમલો કર્યો તેના એક દિવસ પહેલા, CIA બિલ્ડિંગ પાસે પિત્ઝાની માંગ વધી ગઈ હતી. બિલ ક્લિન્ટન સામે મહાભિયોગની સુનાવણી દરમિયાન પણ આ જ પેટર્ન જોવા મળી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.