રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથ પર આ કેવો ડાઘ? જ્યારે સવાલ પૂછવામાં આવ્યો તો મળ્યો આ જવાબ

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ટ્રમ્પની જાહેરાતો સાથે-સાથે વધુ એક વસ્તુ ચર્ચામાં રહી. આ વસ્તુ હતી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડાબા હાથ પર એક વાદળી-કાળા રંગનો ડાઘ. વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિના હાથ પર આવો ડાઘ દેખાતા તરત જ ચર્ચા શરૂ થઈ, અને ટ્રમ્પના સ્વાસ્થ્યને લઈને વાતો થવા લાગી.

Trump2
thedailybeast.com

ટ્રમ્પના હાથ પરનો આ ડાઘબોર્ડ ઓફ પીસના હસ્તાક્ષર સમારોહ દરમિયાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો, જ્યાં તેમના હાથની પાછળ તરફ ઘેરા જાંબલી/વાદળી ડાઘ હતો. આ ડાઘને લઈને એટલી ચર્ચા થઈ કે ટ્રમ્પે પોતે જ તેનો જવાબ આપવો પડ્યો. એર ફોર્સ વન પર પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ટ્રમ્પે કહ્યું કે, ‘હું બિલકુલ ઠીક છું. મેં તેને ટેબલ પર દબાવી દીધું હતું, એટલે મેં તેના પર થોડી ક્રીમ લગાવી. મેં તેને દબાવી દીધી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ ડાઘની આખી કહાની બતાવી અને કહ્યું કે તેઓ એસ્પિરિનના હેવી ડોઝ લે છે અને તે તેની આડઅસરોને કારણે આવું થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં જ,  વૉલ સ્ટ્રીટ જર્નલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘તેઓ પોતાનું લોહી પાતળું કરવા માટે એસ્પિરિન લઈ રહ્યા છે. પરંતુ ટ્રમ્પ ડૉક્ટરોની ભલામણ કરતા અનેક ગણી વધુ એસ્પિરિન લઈ રહ્યા છે.

NYTના અહેવાલ અનુસાર, ટ્રમ્પ નક્કી કરેલી માત્રા કરતા લગભગ ચાર ગણી વધારે એટલે કે 325 મિલિગ્રામ એસ્પિરિન લઈ રહ્યા છે. આરોગ્ય માર્ગદર્શિકા અનુસાર, 60 કે 70 વર્ષથી ઓછી ઉંમરના લોકો, જેમને હાર્ટ એટેકનું જોખમ વધારે છે, તેમને એસ્પિરિન આપવા પર વિચાર કરી શકાય છે.

Trump3
people.com

ટ્રમ્પે તેમના હાથ પર દેખાતા ડાઘ અંગે કહ્યું કે, ‘હું કહીશ કે જો તમને તમારા હૃદયની ચિંતા હોય, તો એસ્પિરિન લો, પરંતુ જો તમે થોડો વાદળી ડાઘ નથી ઇચ્છતા તો એસ્પિરિન ન લો. હું મોટી એસ્પિરિન લઉં છું. જ્યારે તમે મોટી એસ્પિરિન લો છો, ત્યારે તેઓ કહે છે કે તે વાદળી ડાઘ પડી જાય છે.

ટ્રમ્પે પોતે જણાવ્યું હતું કે તેઓ ડૉક્ટરોની સલાહને અવગણીને વધુ પડતી માત્રામાં એસ્પિરિન લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘ડૉક્ટરોએ મને કહ્યું હતું કે તમારે આ લેવાની જરૂર નથી, સર. તમે ખૂબ સ્વસ્થ છો. મેં કહ્યું-હું કોઈ જોખમ લેવા માંગતો નથી. આ તેની આડઅસર છે. ટ્રમ્પે ધ વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘લોકો કહે છે કે એસ્પિરિન લોહીને પાતળું કરવા માટે સારી હોય છે, અને હું નથી ઇચ્છતો કે મારા હૃદયમાં જાડું લોહી વહે.

Trump1
thedailybeast.com

વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇજાને આકસ્મિક ગણાવી. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, ‘આજે દાવોસમાં બોર્ડ ઓફ પીસ ઇવેન્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હાથ એક સાઇનિંગ ટેબલના ખૂણા સાથે અથડાયો હતો, જેના કારણે તેમને ઇજા થઈ. બાદમાં વ્હાઇટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિને સરળતાથી ઇજા થઈ જાય છે કારણ કે તેઓ દરરોજ એસ્પિરિન લે છે.

અધિકારીએ કાર્યક્રમ પહેલા અને બાદની તસવીરો પણ શેર કરતા કહ્યું કે, ‘ગઈકાલ અને આજે સવારની તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કોઈ ઇજા થઈ નથી. રાષ્ટ્રપતિના હાથ પર અગાઉ પણ ઘણી વખત ઇજાના નિશાન દેખાયા છે. તેમણે ઘણી વખત મેકઅપ અથવા પાટો લગાવીને આ નિશાન છુપાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ ઘણી વખત કેમેરાથી પોતાનો હાથ દૂર કરતા જોવા મળ્યા છે.

About The Author

Related Posts

Top News

શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના...
Sports 
શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું....
National 
ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.