- World
- એક એવો શાપિત હીરો જયાં ગયો ત્યાં વિનાશ થયો, ચોરો પણ ન લઇ ગયા
એક એવો શાપિત હીરો જયાં ગયો ત્યાં વિનાશ થયો, ચોરો પણ ન લઇ ગયા
પેરિસના લૂવર મ્યુઝીયમમાં 19 ઓકટોબર 2025ના દિવસ મોટી ચોરીની ઘટના બની. 4 ચોરો બધા અમૂલ્ય ઘરેણાં ચોરીને લઇ ગયા, પરંતુ એક રેજન્ટ ડાયમંડને ચોરી ન ગયા, કારણકે ચોરો પણ જાણતા હશે કે આ એક શાપિત ડાયમંડ છે. એટલે ફરી એકવાર આ શાપિત ડાયમંડ ચર્ચામાં આવ્યો છે.
રેજન્ટ ડાયમંડ જેટલો તેજસ્વી છે એટલો જ તેનો ઇતિહાસ અંધકારથી ભરેલો છે. આ ભારતના ગોલકુંડા માઇન્સમાંથી મળેલો એવો હીરો છે જે જ્યાં જયા ગયો ત્યાં વિનાશ થયો છે. જેમના હાથમાં ગયો તે બરબાદ થઇ ગયા છે.
ગોલકુંડામાંથી 1698માં એક ગુલામને 426 કેરેટનો રફ ડાયમંડ મળ્યો હતો, જે તેણે ચોરીને એક અંગ્રેજ કેપ્ટનને વેચવા ગયો હતો. અંગ્રેજ કેપ્ટને ગુલામને મારીને હીરો પચાવી પાડ્યો હતો.
એ પછી ફ્રેન્ચના રાજા રેજન્ટ પાસે આ હીરો ગયો એટલે એ હીરાનું નામ રેજન્ટ પડ્યું. ફ્રેન્ચના રાજા બરબાદ થઇ ગયા અને રાજા અને રાણીને ફાંસી મળી. અત્યારે પેરિસના લૂવર મ્યૂઝિયમમાં આ હીરો છે.

