31 ગ્રામ ડ્રગ્સ મળતા 19 વર્ષીય યુવતીને ફાંસી આપી દેવાઈ, 8 દિવસમાં 3 ફાંસીની સજા

સિંગાપોરમાં ફાંસીની સજામાં ચિંતાદનક હદે વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 8 દિવસમાં ત્રીજા કેદીને ફાંસીની સજા આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ફાંસીની સજા જ ડ્રગ્સની દાણચોરી પર અકુંશ મુકાશે.

સિંગાપોરમાં 54 ગ્રામ હેરોઇનની દાણચોરીના આરોપમાં એક કેદીને ફાંસીની સજા આપવામાં આવી છે. છેલ્લા 8 દિવસમાં આ ત્રીજી ફાંસીની સજા છે. આ સિંગાપોરની ડેથ પેન્લટી પોલીસીમાં એક ચિંતાજનક વધારાને દર્શાવે છે. આ પ્રકારની સજાઓ રોકવા માટે અનેક માંગણીઓ છતા તાજેતરમાં ફાંસીની સજા આપવામાં આવી. 39 વર્ષના મોહમંદ સાલેહ અબ્દુલ લતીફને ગુરુવારે સિંગાપોરની ચાંગી જેલમાં ફાંસી આપવામાં આવી. સિંગાપોરના નાર્કોટિક્સ બ્યુરોએ કહ્યું કે કાયદા હેઠળ તેને યોગ્ય સજા આપવામાં આવી છે.થોડા દિવસ પહેલાં સિંગાપોરના 19 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક 19 વર્ષની મહિલાને ફાંસી આપવામાં આવી હતી, જેનું નામ Saridewi Binte Djamani હતું. તેણી પાસેથ ડ્રગ્સ પકડાયું હતું.

બ્યુરોએ જણાવ્યું હતું કે હેરોઈનની દાણચોરીના જથ્થાની માત્રા 1.9 ઔંસ અથવા 53.86 ગ્રામ હતી. આટલું હેરોઇન લગભગ એક સપ્તાહ સુધી 640 વ્યસનીઓ માટે પુરતું હતું. અબ્દુલની 2016માં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ડિલિવરી ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેને 2019માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી અને ગયા વર્ષે તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી. જોકે અબ્દુલ માત્ર ડિલિવરી ડ્રાઈવર હતો, કોર્ટે નોંધ્યું હતું કે તેને ફરિયાદીઓને સહકાર ન આપવા બદલ ફાંસી આપવામાં આવી હતી.

બ્યુરોએ જણાવ્યું હતું કે હેરોઈનની દાણચોરીનો જથ્થો-1.9 ઔંસ અથવા 53.86 ગ્રામ,સિંગાપોરના કાયદા હેઠળ, જેમાં ડ્રગની હેરાફેરી સામે સખત સજા છે, કોઈપણ વ્યક્તિ 500 ગ્રામ (17.6 ઔંસ) કરતાં વધુ ગાંજો અને 15 ગ્રામ (0.5 ઔંસ) હેરોઈનની હેરાફેરી કરે તો તેને મૃત્યુદંડની સજા થઈ શકે છે.

ગુરુવારે સવારે ફાંસીની આ વર્ષની પાંચમી સજા છે. આ ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોના મહામારીને બે વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી હતી. 2020માં ફાંસની સજા પર રોક લગાવવામાં આવી હતી.

ગયા અઠવાડિયે સિંગાપોરમાં અન્ય બે નાગરિકોને 31 ગ્રામ અને 50 ગ્રામ હેરોઈનની દાણચોરી કરવા બદલ ફાંસી આપવામાં આવી હતી. તેમાં ફાંસી આપનાર પ્રથમ મહિલાનો પણ સમાવેશ થાય છે, જે 19 વર્ષની હતી.

સિંગાપોર ડ્રગ્સની દાણચોરી માટે ખુબ જ સખત છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.