- Kutchh
- સૌરાષ્ટ્રનો 19 વર્ષનો યુવાન 4 જ વર્ષમાં કમાયો 1700 કરોડ રૂપિયા
સૌરાષ્ટ્રનો 19 વર્ષનો યુવાન 4 જ વર્ષમાં કમાયો 1700 કરોડ રૂપિયા
.jpg)
ગુજરાતના એક 19 વર્ષના યુવાને એવું કામ કરી બતાવ્યું છે કે જે અનેક યુવાનોને પ્રેરણા આપે તેવું છે. 19 વર્ષના યુવાનને એક આઇડિયા આવ્યો અને તેણે એક કંપની ઉભી કરી અને 4 વર્ષમાં તે 1700 કરોડ રૂપિયાનો માલિક બની ગયો છે.
આ યુવાનનું નામ છે શાશ્વત નાકરાણી અને તે મૂળ ભાવનગરનો છે. શાશ્વત પેમેન્ટ App ભારતેપેનો કો-ફાઉન્ડર છે. શાશ્વતના પિતા મનસુખ નાકરાણી ભાવનગરમાં શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. શાશ્વત પિતાની સ્કુલમાં જ ભણ્યો હતો અને એ પછી તેણે ટેક્સટાઇલ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. એ પછી તેણે IIT દિલ્હીમાં એડમિશન લીધું હતું. પરંતુ તેના મગજમાં બિઝનેસના જ વિચારો ચાલતા હતા. 3 વર્ષ પછી શાશ્વતે IIT ડ્રોપ આઉટ કર્યું હતું. કોલેજના સમયગાળામાં તેણે બુકમાય હેરકટ ડોટકોમ સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. એ વખતે શાશ્વતને આઇડિયા આવ્યો કે ભારતમાં પેમેન્ટનો મોટો ગેપ છે. આ એક વિચારે તેની જિંદગી બદલી નાંખી અને ભારતે કંપની શરૂ થઇ જે ભારતની QR કોડ લોંચ કરનારી પહેલી કંપની હતી.