- Kutchh
- અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ભૂકંપના આંચકા પર કાર્યવાહી કરવા CMને લેટર લખ્યો
અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ ભૂકંપના આંચકા પર કાર્યવાહી કરવા CMને લેટર લખ્યો
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આવી રહેલા વારંવાર ભૂકંપના પગલે તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત રજુઆત કરી છે.
સાંસદે કરેલી રજુઆત મુજબ અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ગત તા. 23 તારીખને ગુરુવારના રોજ સવારે અને ત્યારબાદ રાત્રે ભૂકંપનો આંચકો નોંધાયા બાદ બીજા દિવસે એટલે કે તા. 24 ના રોજ પણ બપોર પછી ફરીથી ભૂકંપનો આંચકો નોંધાયેલો હતો. ફકત બે દિવસમાં જ ત્રણ વખત 3 થી વધુની તીવ્રતાવાળા આંચકાઓ અનુભવાયેલા હોવાના લીધે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મીતીયાળા પંથક આસપાસના ગામોના ગ્રામજનોમાં ખૂબ જ ભયની લાગણી વ્યાપી જવા પામી છે.
મીતીયાળા પંથકમાં છેલ્લા ત્રણ માસથી સતત ભૂકંપના આંચકોઓ નોંધાઈ રહ્યા છે અને એક જ દિવસમાં છ જેટલા આંચકાઓ આવેલા હોવાનું પણ બન્યું છે. તેમજ આ પંથકમાં ભૂકંપ અનુભવાયેલા ન હોય તેવુ એક પણ અઠવાડિયું ખાલી ગયેલું નથી. જેના લીધે લોકો રાત્રે નીરાંતે ઉંઘી પણ શકતા નથી. સાંસદે રજુઆત કરતા વધુમાં જણાવેલું હતુ કે, છેલ્લા બે દિવસમાં આંચકોઓની તીવ્રતામાં થયેલા વધારાને લીધે મીતીયાળા તેમજ આસપાસના ગામોના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાયેલો છે.

