36 વર્ષથી કોંગ્રેસનો રાજ્યસભામાં એકેય પાટીદાર સાંસદ નથી, ભાજપના 24 વર્ષમાં 6 છે

છેલ્લાં 36 વર્ષથી ગુજરાત કોંગ્રેસે રાજ્યસભામાં એક પણ પાટીદાર રાજનેતાને મોકલ્યા નથી. જ્યારે તેમની સામે ભાજપે છ પાટીદાર નેતાઓને ગુજરપાતમાંથી રાજ્ય સભામાં મોકલીને પાટીદારોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો છે. ગુજરાતમાંથી 4 બેઠકો રાજ્યસભાના સભ્યોની નિવૃત્તીથી ખાલી થઈ રહી છે. ત્યારે કોંગ્રેસમાં એવી માંગ ઊઠી છે કે, પાટીદાર પ્રત્યે હવે ઓરમાયું વર્તન કોંગ્રેસ રાખશે તો તેમને ગુજરાતમાં 2022માં સરકાર બનાવવા અને કેન્દ્રમાં 2019માં લોકસભાની વધું બેઠકો રાહુલ ગાંધી માટે અપાવી નહીં શકે.

કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાંથી રાજ્યસભામા પાટીદાર સમાજમાથી છેલ્લે 1982માં વિઠલભાઇ પટેલને મોકલેલા હતા. ત્યાર બાદ માધવસિંહ સોલંકીનું શાસન રહેતાં તેમણે પાટીદારોને એક બાજુ કરી દીધા હોવાથી ત્યાર પછીની દરેક કોંગ્રેસી પ્રમુખ પાટીદારોને અછૂત માની રહ્યાં છે. જેથી ગુજરાતમાં કોંગ્રેસને સત્તાથી માધવસિંહ પછી દૂર રહેવું પડ્યું છે. ત્યાર બાદ એકપણ પાટીદારના કોંગ્રેસના આગેવાનને રાજ્યસભામા મોકલવામા આવ્યા નથી. એવું કોંગ્રેસના ઓબીસી નેતાઓ પણ કબુલી રહ્યાં છે.

કયા પક્ષના કોણ ગયા રાજ્યસભામાં ?

  • વિઠલભાઇ પટેલ-1982-કોંગ્રેસ
  • ઉર્મિલાબેન પટેલ-1993- કોંગ્રેસ, ભાજપનો ટેકો
  • આનંદીબેન પટેલ-1994-ભાજપ
  • ડો.એ કે પટેલ-2000-ભાજપ
  • કેશુભાઇ પટેલ-2002-ભાજપ
  • સુરેન્દ્રભાઇ પટેલ-2005-ભાજપ
  • મનસુખ માંડવીયા-2012-ભાજપ
  • પરસોત્તમ રૂપાલા-2016-ભાજપ

બીજી બાજુ ગુજરાતમાં ભાજપે 1995થી સત્તામાં આવી છે, અને 1993થી આજ સુધી 7 પાટીદાર સમાજના આગેવાનોને રાજ્ય સભામા મોકલી આપ્યા છે. એટલુ જ નહીં પરંતુ જેવી ભાજપા કેન્દ્રમા સત્તામાં આવી અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના રાજ્યસભાના સભ્યોને મંત્રી મંડળમા સ્થાન આપવામા આવ્યુ છે.

આ વખતે ચાર બેઠકો પૈકી બે બેઠકો પર કોંગ્રેસને સભ્યો મોલકવાની ચાન્સ પાટીદારોએ જ કોંગ્રેસને વધારે બેઠકો અપવીને આપ્યો છે. ત્યારે એક બેઠક પર કોંગ્રેસે પાટીદાર સભ્યને મોકલવા જોઈએ એવી કોંગ્રેસના કેટલાંક નેતાઓ માની રહ્યાં છે.

કોંગ્રેસના આ વલણ ઉપરથી ગુજરાતના પાટીદારનો ભાજપાને તેનો સીધો લાભ મળી રહ્યો છે અને કોંગ્રેસને નુકશાન એ મારા જેવા રાજકીય અનપઢ વ્યક્તિને આ સીધુ જ સમજાય છે.

જાહેરજીવનમા કોઇપણ પક્ષમા સમાજને કે જે તે સમાજના સક્ષમ આગેવાનને રાજકીય અન્યાય ન થવો જોઇએ છતાં કોંગ્રેસ પક્ષમા પાટીદાર સમાજ જેવો સમજુ, સદ્ધર અને નેતૃત્વ શક્તિ ધરાવનાર સમાજને અન્યાય કરવામા આવે છે તેવુ રાજ્યસભામા જે રીતે 36 વર્ષથી સ્પષ્ટ જણાય છે. અનેક પાટીદાર સમાજના તેમજ સામાજિક આગેવાનો એવું માને છે કે ગુજરાતમા કોંગ્રેસ સત્તામાં નથી તેના અનેક કારણો હશે તેમાનું એક મુખ્ય કારણ પાટીદાર સમાજના કોંગ્રેસના સક્ષમ આગેવાનોને પણ ઉચિત સ્થાન ન આપી અન્યાય કરવામા આવે છે તે છે.

કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભાની ચુંટણીમા રાહુલ ગાંધી હિન્દુ મંદિરોના દર્શને ગયા અને હિન્દુત્વ પ્રત્યે કોંગ્રેસને કોઇ અણગમો નથી તેનો ચોખ્ખો સંદેશ આપ્યો તેવો જ સંદેશ એપ્રિલ 2018માં રાજ્યસભાના બે સભ્યો પૈકી એક કોંગ્રેસના સક્ષમ પાટીદાર સમાજના આગેવાનને રાજ્યસભા મોકલીને કોંગ્રેસ પક્ષ તમામ સમાજના આગેવાનોને સમતુલીત નેતૃત્વ આપે છે તેવો પાટીદાર સમાજને સંદેશ આપે એવી પાટીદાર સમાજમા એક માંગ ઊઠી છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.