જૂનાગઢની ઈમારત પડતા 2 દીકરા અને પતિનું મોત થયુ તો પત્નીએ એસિડ પીને કરી આત્મહત્યા

જૂનાગઢ બિલ્ડિંગ અકસ્માતમાં પોતાના બે દીકરાઓ અને પતિને ગુમાવ્યા બાદ મહિલાએ એસિડ પીને આત્મહત્યા કરી લીધી. જર્જરિત ઇમારત પડી જવાની ઘટનામાં પોતાના પતિ અને બે સગીર દીકરાઓના મોતના આઘાતમાં 30 વર્ષીય એક મહિલાએ એડિસ પી લીધું હતું. ત્યારબાદ મહિલાને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી, જ્યાં 26 જુલાઇના રોજ સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. શહેરના કાડિયાવાદ વિસ્તારમાં એક બે માળની બિલ્ડિંગ પડી ગઈ હતી.

આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થઈ ગયા હતા, તેમાં એક વૃદ્ધ સહિત મહિલાનો પતિ અને બે દીકરા સામેલ હતા. પરિવાર શાકભાજી લેવા ગયો હતો. ત્યારે આ ઇમારતના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મહિલાના ભાઈએ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ અધિકારી વિરુદ્ધ બિન ઇરાદે હત્યાનો કેસ દાખલ કરવાની માગ કરી છે. પોલીસે જણાવ્યું કે, મહિલાની ઓળખ મયૂરી ડાભીના રૂપમાં થઈ છે. જેનું મોત એડિસ પીવાના થોડા કલાકો બાદ 26 જુલાઇના રોજ હૉસ્પિટલમાં થયું.

પોલીસના જણાવ્યા મુજબ, મહિલાનો પતિ સંજય ડાભી (ઉંમર 33 વર્ષ) અને દીકરા તરુણ (ઉંમર 13 વર્ષ) અને દક્ષ (ઉંમર 7 વર્ષ)ના મોતનો આઘાત સહન ન કરી શકી અને તેણે એસિડ પી લીધું. શહેરના એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના અધ્યક્ષ નીરવ શાહે જણાવ્યું કે, 25 જુલાઈની સાંજે આ મહિલાએ પોતાના પતિ અને બાળકોના મોતના આઘાતમાં આત્મહત્યા કરવા માટે શૌચાલેને સાફ કરવા માટે ઉપયોગ થતું એસિડ પી લીધું હતું.

મૃતિકાનો પતિ એક ઓટોરિક્ષા ચાલક હતી અને સોમવારે શહેરના દાતાર માર્ગમાં 2 માળની એક જર્જરિત ઇમારત પડી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા ચાર લોકોમાંથી એક હતો. અન્ય ત્રણ લોકોમાં મહિલાના દીકરા તરુણ અને દક્ષ તેમજ એક ચાની દુકાનદાર સામેલ હતી. મહિલા શાકભાજી લેવા ગઈ હતી તેમજ તેનો પતિ અને બંને દીકરા આ ઇમારત નીચે ઓટોરિક્ષામાં બેસીને તેની રાહ જોઈ રહ્યા હતા. હવે શહેરમાં જર્જરિત ઇમારત પડવા અને ચારના મોત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઊંઘ ઊડી છે.

તેણે જર્જરિત દુકાનો અને ઇમારતો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. એટલું જ નહીં, જૂની ઇમરતોમાં ચાલી રહેલા કાર્યાલયોને ખાલી કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. પ્રશાસન તરફથી એવા કાર્યાલયોનો સામાન અન્ય સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો છે. તેની સાથે જ શહેરમાં જર્જરિત ઇમારતોને ધ્વસ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપાલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, 100 કરતા વધુ જર્જરિત ઇમરતોની ઓળખ કરવામાં આવી છે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.