Renaultએ ઇલેક્ટ્રિક હેચબેક Kwid EV રજૂ કરી, સિંગલ ચાર્જમાં 250 Kmની રેન્જ

રેનોલ્ટે આખરે બ્રાઝિલમાં તેની બહુપ્રતિક્ષિત ઇલેક્ટ્રિક હેચબેક, Kwid EV રજૂ કરી છે. તે ત્યાં 'Kwid E-Tech' નામથી વેચવામાં આવશે. આ એ જ કાર છે, જેના પેટ્રોલ વર્ઝનથી ભારતીય એન્ટ્રી-લેવલ કાર સેગમેન્ટમાં ધમાલ મચી ગઈ હતી, અને હવે, ઇલેક્ટ્રિક સ્વરૂપમાં, તે એક નવી વાર્તા લખવા માટે તૈયાર છે.

આ કારને કંપનીની ઇલેક્ટ્રિફિકેશન વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય રસ્તાઓ પર ઘણી વખત ટેસ્ટ મ્યુલ્સ જોવા મળ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે Renault ટૂંક સમયમાં તેને ભારતીય બજારમાં પણ લોન્ચ કરી શકે છે. જો આવું થાય, તો તે Citroen eC3 અને Tata Tiago EV જેવી લોકપ્રિય ઇલેક્ટ્રિક હેચબેક સાથે સીધી સ્પર્ધા કરશે. તો ચાલો જોઈ લઈએ કે આ નવી ઇલેક્ટ્રિક કાર કેવી દેખાય છે...

Renault Kwid EV
ndtv.com

Kwid EVનું પ્લેટફોર્મ Dacia Spring EV પર આધારિત છે, જે યુરોપિયન બજારમાં પહેલાથી જ ખૂબ લોકપ્રિય છે. ડિઝાઇનની દ્રષ્ટિએ, આ કાર તેના પેટ્રોલ વર્ઝન જેવી લાગે છે, પરંતુ તેના EV આકર્ષણને અનુરૂપ કેટલાક નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે. તેની બંધ ગ્રિલ અને આગળના ભાગમાં વર્ટિકલ સ્લેટ્સ તેને સોલિડ ઇલેક્ટ્રિક લુક આપે છે. પ્રોજેક્ટર હેડલેમ્પ્સ બમ્પરની બાજુમાં લાગેલા છે.

ક્વિડ ઇ-ટેકના બાહ્ય ભાગમાં ઘણા એલીમેન્ટ્સ આપવામાં આવ્યા છે કે જે તેને અન્ય નાની EVsથી અલગ ઓળખ આપે છે. તેમાં ORVMs પર ઇન્ટિગ્રેટેડ ટર્ન ઇન્ડિકેટર્સ, 14-ઇંચ સ્ટીલ વ્હીલ્સ સાથે ડ્યુઅલ-ટોન વ્હીલ કવર અને જાડા વ્હીલ આર્ચ ક્લેડીંગ કારને સોલિડ અને સ્પોર્ટી સ્ટાન્સ આપે છે. આ ઉપરાંત સાઈડમાં બ્લેક ડોર ક્લેડીંગ, ફ્લિપ-અપ સ્ટાઈલિશ ડોર હેન્ડલ્સ અને સિગ્નેચર EV બેજિંગ જેવા ફિનિશિંગ ટચ તેને વધુ આધુનિક બનાવે છે.

Renault Kwid EV
ndtv.com

જોકે, આ રસપ્રદ ડિઝાઇન તત્વો હોવા છતાં, લોન્ચ કલર પેલેટ કંઈક અંશે નમ્ર દેખાય છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રેનોલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટાઓમાં ઉપયોગમાં લેવાયેલા શેડ્સ Dacia Spring EV જેટલા આંખને ગમે તેવા કે આકર્ષક દેખાતા નથી. એટલેકે સુવિધાઓ તો પ્રભાવશાળી છે, પરંતુ કલર ટોન અને દેખાવના મામલે Dacia હજુ પણ એક પગલું આગળ હોય તેવું દેખાય છે.

કેબિનની અંદર પગ મૂકતા, Kwid EV તેના જુના દેખાવ કરતા સંપૂર્ણપણે અલગ દેખાય છે. તેમાં 10.1-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, USB-C પોર્ટ અને ઊંચાઈ-એડજસ્ટેબલ સ્ટીયરિંગ વ્હીલ જેવી સુવિધાઓ પણ શામેલ છે. આ કારમાં 290 લિટર બૂટ સ્પેસ આપવામાં આવી છે.

Renault Kwid EV
amarujala.com

સલામતી મામલે પણ રેનોએ કોઈ સમાધાન કર્યું નથી. Kwid EVમાં અદ્યતન સલામતી ટેકનોલોજી છે, જેમાં છ એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ-સ્ટાર્ટ સહાય, પાછળનો કેમેરા, TPMS, સીટબેલ્ટ રિમાઇન્ડર અને ISOFIX માઉન્ટ્સનો સમાવેશ થાય છે. કંપનીએ આ કારમાં લેવલ-1 એડવાન્સ્ડ ડ્રાઇવર સહાય સિસ્ટમ (ADAS) જેવી સલામતી સુવિધાઓ પણ શામેલ કરી છે.

પાવરટ્રેન વિશે, Kwid EV 26.8 kWh લિથિયમ-આયન બેટરી પેકથી સજ્જ છે, જેનો કંપની દાવો કરે છે કે તે એક ચાર્જ પર 250 કિલોમીટર સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે. તેની ઇલેક્ટ્રિક મોટર લગભગ 65 hpની પીક પાવર જનરેટ કરે છે, જે તેને શહેરી ડ્રાઇવિંગ માટે યોગ્ય બનાવે છે.

Renault Kwid EV
cartoq.com

જો કે રેનો ઇન્ડિયાએ હજુ સુધી Kwid EVના લોન્ચ માટેના સમયમર્યાદાની કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ભારતીય રસ્તાઓ પર વારંવાર જોવા મળતા ટેસ્ટ મ્યુલ્સ સૂચવે છે કે, કંપની 2026 સુધીમાં ભારતીય ગ્રાહકો માટે તેને લોન્ચ કરી શકે છે.

જો આવું થાય, તો Kwid E-Tech દેશની સૌથી સસ્તી અને સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક હેચબેકમાંની એક સાબિત થઈ શકે છે, બિલકુલ તેના જેવું જ, જેમ કે પેટ્રોલથી ચાલતી ક્વિડે એક દાયકા પહેલા બજારમાં ક્રાંતિ લાવી હતી.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.