ગુજરાતમાં તમે પણ કરી શકો છો ચંદનની ખેતી પરંતુ પહેલા જાણી લો ફાયદો અને નુકસાન

ગુજરાતમાં ચંદન વૃક્ષની ખેતી કરનારા ખેડૂતો વધી રહ્યાં છે. જેમને દર વર્ષે ખેતી કરવી નથી અને પડતર કે ઓછી ફળદ્રુપ જમીન છે ત્યાં ચંદનની ખેતી વધી રહી છે. 15 વર્ષ પછી ઉપજ આપે છે. ત્યાં સુધી રોકાણ કરવું પડે છે. પણ શેઢા, ગમાણ કે કુવાની આસપાસ છૂટક ચંદન ઉગાડવામાં આવે તો તે સારૂં વળતર આપે છે. ચંદનની ખેતી જેટલી નફાકારક બતાવવામાં આવે છે એટલી નથી. તેથી ખેડૂતોએ સાવધાનીથી તેમાં પડવું જોઈએ. 

ચંદન લાલ, સફેદ અને પીળા રંગોમાં ઉપલબ્ધ છે

ગુજરાતમાં સફેદ ચંદનની માંગ સારી એવી છે. ચંદનનું 30 ટકા ઉત્પાદન થાય છે. ભરૂચ જિલ્લાના હાંસોટના કાંટાસાયણ ગામમાં 10 વર્ષ પહેલા અલ્કેશ પટેલે વન વિભાગ પાસેથી 1000 રોપા લઈ આવીને બે એકરમાં ખેતી કરી હતી. વૃક્ષ 20 ફૂટ ઊંચા ને મોટા થઈ જતાં તેની 30 કરોડ રૂપિયા કિંમત ગણાઈ હતી. તેની રોયલ્ટી સરકારને આપવી પડે છે. ચંદનના વૃક્ષની સારી સુગંધ 15 વર્ષે આવવા લાગે છે. 18-20 વર્ષે તે તૈયાર થાય છે.

અનમોલ ફાર્મમાં અજય પટેલ નામના શખ્સ અમદાવાદમાં ચંદનની ખેતી કરે છે. સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામના નરેન્દ્રભાઈ પટેલ ચંદનની ખેતી કરે છે. વન પંડિત એવોર્ડ વિજેતા મણીભાઇ પટેલ સાથે ફોન નંબર 9558750686  ચંદનની ખેતી માટે વાત થઈ શકે છે.

બનાસકાંઠાના દાંતીવાડાના નિલપુર ગામના ખેડૂત વિનોદભાઈ પટેલે 2014માં પ્રથમ વાર બે એકર જમીનમાં 500 ચંદનની ખેતી કરી હતી. 100 વૃક્ષો બળી ગયા હતા.

ચંદનની ખેતી કરી રહેલા ગુજરાતમાં 5 હજાર ખેડૂતોએ સંઘ બનાવ્યો છે. કર્ણાટક સરકારને ચંદન વેચી શકે છે. ભારતમાં ચંદન મોટે ભાગે આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ઉગાડવામાં આવે છે. મૈસુરમાં સૌથી વધુ ખેતી થાય છે.

આવક

એક કિલો લાકડાના રૂ.3-5 હજાર મળી શકે છે. સમૃદ્ધ દેશમાં તે બેથી 5 ગણા ભાવે વેચાય છે. 18 વર્ષ બાદ એક વૃક્ષમાંથી ચંદનનું આશરે 15 થી 20 કિલો લાકડું મળે છે. વૃક્ષદીઠ 50 હજાર રુપિયાનું વળતર આરામથી મળી શકે તેમ છે. એક એકરે રૂ. 80થી 95 હજારનું રોકાણ 15 વર્ષમાં કરવું પડે છે. જેનું 10 ગણું વળતર મળે છે. એક વૃક્ષ 6થી 10 કિલો લાકડુ આપે છે.

સુગંધની કિંમત 

ચંદનની સુગંધ અને તેના ઔષધીય ગુણોના કારણે ચંદનની માંગ વૈશ્વિક સ્તરે છે. તેમાંથી તેલ નિકળે છે.  આવનારા સમયમાં દુનિયા વધું પૈસાદાર બનવાની છે તેથી ચંદનની માંગ વધવાની છે. સફેદ ચંદનના અર્કનો ઉપયોગ ઉદ્યોગો ફ્લેવર તરીકે કરે છે. સાબુ, કોસ્ટમેટીક અને પરફ્યુમમાં ચંદન તેલનો સુગંધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ખેતી

ગરમ ભેજવાળી આબોહવા અનુકુળ છે. તાપમાન 12 અને 35 ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે. ગુજરાતની જમીન અને આબોહવા સફેદ ચંદનની ખેતી માટે ઉત્તમ છે. બીજ અને વનસ્પતિ રૂપે ટિશ્યુ કરી શકાય છે. નર્સરી પથારીમાં 7-8 મહિનાના 30-35 સે.મી. છોડ થવા જોઈએ.

જમીન

સુકી, લાલ રેતાળ, પથરાળ જમીનમાં વૃક્ષ ઉગી શકે છે.  6.5 થી 7.5 ની પીએચ શ્રેણી સાથે વધુ સારી રીતે વધે છે.

રોપણી   

એક એકર જમીનમાં અંદાજે 400 રોપા વાવી શકાય છે. એક રોપાની કિંમત અંદાજે રૂ.40 થી રૂ.50 થાય છે. એક એકરમાં ચંદનનુ વાવેતર કરવાનો અંદાજે ખર્ચ રૂ. 20 હજાર આવે છે. ખાતર માટે પણ અંદાજે રૂ.40 થી 50 હજારનો ખર્ચ થશે. સામાન્ય રીતે ઓગસ્ટથી માર્ચમાં 15 થી 20 વર્ષની વયના છોડમાંથી એકત્રિત કરેલા બીજ તેના વિકાસ અને ઉપજ માટે શ્રેષ્ઠ છે. આ સંગ્રહિત છોડને નર્સરી પથારી પર વાવણી પહેલાં સુકાઈ જવું જોઈએ અને સારી રીતે સારવાર કરવી જોઈએ. સામાન્ય રીતે, નર્સરી પથારી પર ઉછેરવામાં 30 થી 35 સે.મી. ઊંચાઈની 7 થી 8 મહિનાની. ચંદનનું વૃક્ષ ઘર, મંદિર, શાળા, બગીચા, ગાય-ભેંસોના તબેલા વગેરેની આસાપાસ  વાવી શકાય છે. ચંદનના વૃક્ષો માટે વીમો પણ ઉતરાવી શકાય છે. ચંદનની સિક્યોરીટી માટે એક ગાર્ડની નિમણુંક કરવી પડશે. ચંદન સાથે લીંબડી, તુવેર,શરૂ સહિતના રોપા વાવવા પડે છે.

સિંચાઈ

વાવણી પછી ચોમાસા બાદ 2-3 અઠવાડિએ એક વખત પાણી આપવું પડે છે. દેશી ખાતર વાપરી ટપક સિંચાઈ કરવાથી પાણીની બચત થાય છે. એક રોપાને અઠવાડીયે 8 થી 10 લીટર પાણી જરૂરી છે. 

કાપણી

ચંદન વૃક્ષ કાપતી વખતે સોફ્ટ લાકડું દૂર કરવામાં આવે છે. કઠણ લાકડાને કાપી  મિલમાં પાવડર બનાવી પાણીમાં 2 દિવસ સુધી ભીના અને નિસ્યંદિત કરાય છે. ચંદ્રના તેલને ફરીથી ડિસ્ટિલેશન અને ગાળણક્રિયા દ્વારા લઈ લેવામાં આવે છે. એક કિલો ચંદનના લાકડામાંથી 100 ગ્રામ તેલ નીકળે છે. જેમાં સૅન્ટલોલ નામનું તત્વ 90 ટકા હોય છે. બી પીલતા 50થી 60 ટકા લાલ તેલ મળે છે. મૂળનું તેલ પીળું, ઘટ્ટ, ગંધ, કડવું હોય છે. 

કાયદો શું કહે છે

ચંદનની ખેતી કરવી ગેરકાયદેસર હતી, હવે નથી. ખેતી કરવા સરકારની મંજૂરી લેવી પડે છે. વનખાતાની કચેરીમાં અને પંચાયતમાં 7/12ના દસ્તાવેજમાં નોંધણી કરાવી લેવી. કાપણીની મંજૂરી વનવિભાગ ઠરાવ સવઘ-1196-એમ-11 ગ. તા 17-9-2003 મુજબ આપવામાં આવે છે. વન વિભાગના માર્ગદર્શન હેઠળ સબસીડી મેળવી શકાય છે. 

ફાયદો 

2003માં કેન્દ્ર સરકારે સફંદ ચંદનની ખેતીની મંજૂરી આપી હતી. મોંમાં તેલ નાંખવાથી-સ્પ્રે કરવાથી શુષ્કતા રહેતી નથી. કફ અને વાયુ, મૂત્રાશયના રોગો , તાવમાં તેલના માલિસથી ફાયદો થાય છે. ગુલાબ જળ અને કપૂર સાથેનો લેપ માથાના દુઃખાવો ભગાડે છે. અનેક દવાઓમાં પણ ઉપયોગી છે. ખરેલા વાળ ઉગાડવા, હાઈપરટેન્શન, હાઈ બ્લડપ્રેશર, માંસપેશીઓનું દર્દ દૂર થાય છે. યાદશક્તિ અને દિમાગની શક્તિ વધે છે. માથાના સેલ્સને ઉત્તેજીત કરે છે.

 
 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.