- Assembly Elections 2022
- પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાની સાથે ઝેલેન્સ્કી કેમ ટ્રેન્ડ થવા માંડ્યા?
પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાની સાથે ઝેલેન્સ્કી કેમ ટ્રેન્ડ થવા માંડ્યા?

દેશની 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના 10 માર્ચે પરિણામ જાહેર થઇ ગયા તેમાં આમ તો 4 રાજ્યોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી જીતીને આખો ઇતિહાસ નાંખ્યો છે. પંજાબ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી એ વાત સ્પષ્ટ થઇ કે મુખ્યમત્રીની ખુરશી પર ભગવંત માન જ બેસવાના છે. જયારે પંજાબમાં ચૂંટણી પરિણામના શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી તરફ જેવો ઝુકાવ જોવા મળ્યો કે તરત જ ટવીટર અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy ટ્રેન્ડ થવા માંડ્યા હતા. હવે તમને થશે કે પંજાબના ભગવંત માન અને જેલેન્સકીને શું લેવા દેવા? તો યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ ટ્રેન્ડ થવાનું કારણ અમે તમને જણાવીશું.
Our own Indian Zelensky#Bhagwantmann #ElectionResults pic.twitter.com/1kBf72Cn11
— Free Guy (@TheFree_Guy) March 10, 2022
#Indian #Zelensky from #Punjab Mr. @BhagwantMann pic.twitter.com/uCW2TUdt0G
— Bishan Jamwal (@BishanJamwal) March 10, 2022
Both start with Comedy
— ?? Sachin Patel ?? (@Unfortunate_Er) March 10, 2022
Now delivering pure performance#Bhagwantmann#Zelensky #AAPRising pic.twitter.com/D4loecsWV5
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. જેવા ચૂંટણી પરિણામો જાહેર થવા માંડ્યા અને આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ જોવા મળ્યો કે તરત સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિનું નામ ટ્રેન્ડ થવા માંડ્યુ હતું. હકિકતમાં, સોશિયલ મીડિયા યૂઝર્સ ભગવંત માનની સરખામણી Volodymyr Zelenskyy થી કરવા માંડ્યા હતા. આવું કરવા પાછળનું કારણ એવું હતું કે જેલેન્સકી પણ ભગવંત માનની જેમ એક જમાનામાં કોમેડિયન હતા.
જેલેન્સકી યુક્રેનના મશહુર કોમેડી શો KVNમાં પરફોર્મન્સ આપતા હતા. તેઓ વર્ષ 2003 સુધી આ શોમાં રહ્યા હતા. ટેલિવિઝન ઉપરાંત જેલેન્સકીએ Rzhevskiy Versus Napoleon (2012) અને રોમેન્ટિક ફિલ્મ 8 First Dates (2012) અને 8 New Dates (2015) માં
પણ તેમણે કામ કર્યું હતું. તો, ભગવંત માનની વાત કરીએ તો તેઓ રાજકારણમાં આવતા પહેલાં નેશનલ ટેલીવિઝન સહિત અનેક પંજાબી કોમેડી શોમાં કામ કરી ચૂક્યા છે. તેમનો શો જુગ્નૂ મસ્ત મસ્ત ખાસ્સો લોકપ્રિય થયો હતો.
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી તરીકેના ઉમેદવાર માટે ભગવંત માનનું નામ પસંદ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ‘जनता चुनेगी अपना सीएम’ કાર્યક્રમ હેઠળ ભગવંત માનનું નામ પસંદ કરવામાં આવ્યું હતું. લોકોએ વ્હોટસએપ, ફોન કોલ્સ અને એસએમએસ કર્યા હતા.
જો કે ભગવંત માન સત્તા મેળવી રહ્યા છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ દેશ બચાવવા માટે રશિયા સામે લડત આપી રહ્યા છે.
Related Posts
Top News
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”
Opinion
